Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળઝાળ ગરમી બાદ સુરતીઓને મળી મોટી રાહત:ભટાર, ઉધના અને ડિંડોલી સહિતના વિસ્તારોમાં મોડીરાત્રે ભારે પવન સાથે વરસાદ

    18 hours ago

    હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે સુરત શહેરમાં મોડીરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. લાંબા સમયના આકરા ઉનાળા બાદ મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર શહેરમાં ભારે આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાં મેઘ મહેર સુરત શહેરના અલગ-અલગ વિસ્તારો જેવા કે ઉધના, પાંડેસરા, ભટાર અને ડિંડોલી સહિતના તમામ ઝોનમાં રાત્રિના સમયે સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો હતો. પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલા આ વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેતા થઈ ગયા હતા. લાંબા સમય બાદ પ્રકૃતિનું આહલાદક સ્વરૂપ જોઈને મોડી રાત્રે પણ લોકો ઘરોની બહાર નીકળી આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી બીજી તરફ, અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે પાંડેસરા અને ડિંડોલી જેવા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી જમા થઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી વચ્ચે આ પ્રથમ વરસાદે જ તંત્રની સજ્જતા સામે પણ કેટલાક સવાલો ઊભા કર્યા છે. 42 ડિગ્રી ગરમી બાદ ઠંડક પ્રસરી નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સુરત શહેરનું તાપમાન 42 ડિગ્રીથી પણ વધુ નોંધાઈ રહ્યું હતું, જેના કારણે સુરતીઓ અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ કાળઝાળ ગરમી બાદ મોડી રાત્રે પડેલા વરસાદને કારણે હવામાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન અને વરસાદી વાતાવરણને લીધે નાગરિકોએ ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે અને શહેરમાં આહલાદક ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગર્લફ્રેન્ડને નૈનીતાલ-ઊટી ફેરવવા 50 લાખના દાગીના ચોર્યા:એક બાળકના પિતા અને જીમ ટ્રેનરના અનેક મહિલાઓ સાથે અફેર, ચોરીના 2 લાખ ખર્ચ કરી નાખ્યાં
    Next Article
    મોરબીમાં ઓનલાઈન ક્રિકેટ જુગાર રમતો એક શખ્સ ઝડપાયો:GT-RCB મેચ પર રનફેરનો સટ્ટો રમતા આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment