Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્લફ્રેન્ડને નૈનીતાલ-ઊટી ફેરવવા 50 લાખના દાગીના ચોર્યા:એક બાળકના પિતા અને જીમ ટ્રેનરના અનેક મહિલાઓ સાથે અફેર, ચોરીના 2 લાખ ખર્ચ કરી નાખ્યાં

    17 hours ago

    રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુજરાત સરહદને અડીને આવેલા આબુરોડ શહેરમાં 50 લાખ રૂપિયાના દાગીના ચોરીના કેસમાં પોલીસે જીમ ટ્રેનર માસુક ખાનની ધરપકડ કરી છે. રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ અને તપાસમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. 30 વર્ષનો માસુક ખાન પરિણીત છે અને એક બાળકનો પિતા છે. પૂછપરછમાં માસુકે જણાવ્યું કે તેણે તેની એક ગર્લફ્રેન્ડને વચન આપ્યું હતું કે તે 28 મેના રોજ ઈદ પછી તેને ઉટી-નૈનીતાલ જેવા ઠંડા અને પહાડી વિસ્તારમાં ફરવા લઈ જશે. આરોપ છે કે ત્યાં જઈને મોજમજા કરવા માટે જ તેણે 11 એપ્રિલની રાત્રે એક સૂના મકાનમાંથી 50 લાખ રૂપિયાના દાગીના અને 2 લાખ રૂપિયાની ચોરી કરી હતી. તેણે રૂપિયા પોતાની પાસે રાખી લીધા અને દાગીના સંતાડી દીધા. આરોપીનો જૂનમાં ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવાનો પ્લાન હતો, પરંતુ પોલીસે તેને ઈદના બીજા દિવસે એટલે કે 29 મેના રોજ ગુજરાતના ગાંધીધામથી પકડી પાડ્યો. પોલીસે આરોપીએ સંતાડેલાં તમામ દાગીના પણ જપ્ત કરી લીધા. વાંચો સંપૂર્ણ રિપોર્ટ… માસુકે કોઈ બોડી બિલ્ડર કે બોડી ફિટનેસ કોચિંગ પાસેથી તાલીમ લીધી ન હતી. તે અંબાજી ચેકપોસ્ટ પાસે એક નાની દુકાનમાં જીમ ચલાવે છે. જીમમાંથી કોઈ ખાસ કમાણી થઈ રહી ન હતી. આવી સ્થિતિમાં, તે બાળકોને જીમની ટિપ્સ આપવા તેમના ઘરે જતો હતો. માસુકે આબુરોડ અને આસપાસના વિસ્તારમાં અનેક યુવતીઓ અને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રાખી હતી. તે અગાઉ પણ તેમની સાથે માઉન્ટ આબુ અને ગુજરાત સુધી ફરવા જતો રહ્યો છે. સીસીટીવીથી બચીને ઘર સુધી ગયો આબુરોડ રીકો પોલીસ સ્ટેશનના પ્રભારી લક્ષ્મણ સિંહ ચંપાવતે જણાવ્યું- રીકો વિસ્તારમાં રહેતા કિતેન્દ્ર સિંહ પુત્ર ધુરેન્દ્ર સિંહનો પરિવાર 10 એપ્રિલે પરિવાર સાથે કોઈ કામથી ભરૂચ (ગુજરાત) ગયો હતો. પરિવાર 12 એપ્રિલે પાછો ફર્યો. ત્યારે ખબર પડી કે તેમના ઘરની કબાટમાંથી આશરે 50 લાખના દાગીના અને 2 લાખ રૂપિયા રોકડા ગાયબ છે. આરોપીએ ખુલાસો કર્યો કે તેનું જીમના કામથી કિંતેન્દ્રસિંહના ઘરે આવવા-જવાનું થતું હતું. તેને ખબર હતી કે 10 એપ્રિલે પરિવાર બહાર જશે તો તેણે ઘરમાં રાખેલી ચાવીનો એક સેટ પહેલેથી જ ચોરી કરીને ખિસ્સામાં રાખી લીધો હતો. આરોપીને ખબર હતી કે ક્યાં-ક્યાં સીસીટીવી લાગેલા છે? મકાન સુધી આવવા-જવાનો કયો રસ્તો તેને સીસીટીવીથી બચાવશે. તેણે સીસીટીવીથી બચતા તે જ રાત્રે ચાવીથી ઘરનો મેઈનગેટ ખોલ્યો. અંદર જઈને બીજી ચાવીથી કબાટ ખોલી રોકડ અને દાગીના ચોરી લીધા. પોલીસે સાયબર ટેકનિક અને સીસીટીવી ફૂટેજના એનાલિસિસથી આરોપીને શંકાસ્પદ માની લીધો હતો. એટીએમમાંથી રૂપિયા કાઢ્યા તો ક્લૂ મળ્યો આરોપીએ ઘરમાંથી ચોરેલા 2 લાખ રૂપિયા દોઢ મહિનામાં મોજશોખમાં ખર્ચી નાખ્યા. તે ઈદ મનાવવા માટે પોતાના મોસાળ ગાંધીધામ (ગુજરાત) ગયો. આ દરમિયાન ઘટનાવાળી રાત્રે ઉપયોગમાં લેવાયેલી આરોપીની બાઇકને શંકાસ્પદ માનીને પોલીસ તેની તપાસમાં લાગી હતી. આરોપીએ ગાંધીધામમાં પોતાના એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા, જેની જાણ થતાં આબુરોડથી પોલીસ ટીમ ત્યાં પહોંચી અને આરોપીને પકડી લાવી. આબુરોડ રીકો એસએચઓ લક્ષ્મણસિંહ ચંપાવતે જણાવ્યું કે રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરીને અન્ય ગુનાઓનો પતો લગાવવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'કાલા હરણ'ને સલમાને મોકલી કાનૂની નોટિસ!:ફિલ્મની રિલીઝ રોકવા, પોસ્ટર અને પ્રમોશનલ મટિરિયલ હટાવવાની માંગ કરવામાં આવી
    Next Article
    કાળઝાળ ગરમી બાદ સુરતીઓને મળી મોટી રાહત:ભટાર, ઉધના અને ડિંડોલી સહિતના વિસ્તારોમાં મોડીરાત્રે ભારે પવન સાથે વરસાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment