Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ઓનલાઈન ક્રિકેટ જુગાર રમતો એક શખ્સ ઝડપાયો:GT-RCB મેચ પર રનફેરનો સટ્ટો રમતા આરોપીની ધરપકડ

    19 घंटे पहले

    મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઓનલાઈન ક્રિકેટ જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ત્રાજપર ચોકડી પાસે જાહેર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવી હતી. આરોપી અજયભાઈ શામજીભાઈ જીંજવાડીયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને શંકાસ્પદ હાલતમાં મોબાઈલ ફોન સાથે મળી આવેલા અજયભાઈની તલાસી લેતા આ ગુનો પ્રકાશમાં આવ્યો હતો. તે 'લાઇવગુરૂ' નામની ઓનલાઈન એપ્લિકેશન પર ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યો હતો. આરોપી રવી ઉર્ફે માસ વરાણીયા (જે હાજર નહોતો) સાથે વોટ્સએપ પર પ્લેયર માંગી, રન દીઠ 150 રૂપિયાના સોદા કરીને રનફેર પર પૈસાની હારજીતનો જુગાર રમાડતો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ. 1,150/- અને રૂ. 15000/- ની કિંમતનો મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 16,150/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અજયભાઈ જીંજવાડીયા અને રવી ઉર્ફે માસ વરાણીયા વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કાળઝાળ ગરમી બાદ સુરતીઓને મળી મોટી રાહત:ભટાર, ઉધના અને ડિંડોલી સહિતના વિસ્તારોમાં મોડીરાત્રે ભારે પવન સાથે વરસાદ
    Next Article
    તાપીમાં મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ:વ્યારા અને વાલોડ સહિત વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોને પાક નુકસાનની ચિંતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment