Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના વાતાવરણમાં મધરાત્રે અચાનક પલટો:માણસા પંથક સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા વરસ્યાં, ગરમીમાં રાહત

    2 days ago

    ગાંધીનગરમાં છેલ્લા બે મહિનાથી પડી રહેલી કાળઝાળ અને અસહ્ય ગરમી વચ્ચે ગત મોડીરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એપ્રિલ અને મે મહિના દરમિયાન સતત 40°Cથી ઉપર રહેલા તાપમાન અને અગનગોળા વરસાવતી ગરમીથી ત્રસ્ત નાગરિકોને મધ્યરાત્રે આકાશમાં વાદળોના ગડગડાટ અને તેજ પવન સાથે શરૂ થયેલા વરસાદે મોટી રાહત આપી હતી. જોકે, મેઘરાજાનું આ આગમન માત્ર એકાદ કલાકના જોરદાર ઝાપટા પૂરતું જ સીમિત રહ્યું હતું, પરંતુ તેનાથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માણસા, કલોલ અને દહેગામમાં પણ પ્રી-મોન્સૂન વરસાદ આ વરસાદની વ્યાપક અસર ગાંધીનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને સમગ્ર માણસા પંથકમાં પણ જોવા મળી હતી, જ્યાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ સિવાય દહેગામ અને કલોલ પંથકમાં પણ તીવ્ર પવન ફૂંકાવાની સાથે કેટલાંક સ્થળોએ મધ્યમ વરસાદ નોંધાયો હતો. વાવાઝોડા જેવા તેજ પવનના કારણે વાયરિંગમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગૂલ થવાની ફરિયાદો સામે આવી હતી. ચોમાસા પૂર્વે માવઠા જેવી સ્થિતિ ઉલ્લેખનીય છે કે, દેશમાં હજુ સુધી ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી અને આ વર્ષે કેરળમાં પણ ચોમાસાનું આગમન નિર્ધારિત સમય કરતાં એક સપ્તાહ મોડું ચાલી રહ્યું છે. સામાન્ય નિયમ મુજબ ગુજરાતમાં જૂન મહિનાના અંત ભાગમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થતી હોય છે, પરંતુ હાલમાં વહેલી સવારે આકાશમાં વાદળોની જમાવટ અને ભરઉનાળે આવેલા આ માવઠા જેવા પ્રી-મોન્સૂન વરસાદે સમગ્ર ગાંધીનગર જિલ્લાના વાતાવરણને અત્યારથી જ ચોમાસામય બનાવી દીધું છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં મધરાતે વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ:કેટલાક સ્થળે છાપરા ઊડ્યા, પ્રથમ વરસાદમાં જ MGVCLની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા
    Next Article
    હોટલમાં હાજર લોકોના જીવ તાળવે ચોંટયા:સારોલી-કુંભારીયામાં ઓયો હોટલમાં ભીષણ આગ, કાચ તોડી 3 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment