Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મધરાતે વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ:કેટલાક સ્થળે છાપરા ઊડ્યા, પ્રથમ વરસાદમાં જ MGVCLની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા

    2 days ago

    હવામાન વિભાગની સત્તાવાર આગાહી વચ્ચે વડોદરા શહેર અને જિલ્લાના વાતાવરણમાં ગત મોડી રાત્રે અચાનક ભારે પલટો આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ઊભી થયેલી પ્રી-મોન્સૂન સિસ્ટમને પગલે મધ્યરાત્રે તીવ્ર વાવાઝોડું, ભારે પવન અને વીજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને આ વરસાદી ઝાપટાથી તાપમાનમાં ઘટાડો થતાં મોટી રાહત મળી છે, પરંતુ તોફાની પવનના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં મકાનોના છાપરા ઊડી જવાની ઘટનાઓ પણ સામે આવી છે. સમગ્ર વડોદરાને બાનમાં લેતી તોફાની બેટિંગ મધરાતે શરૂ થયેલા આ તોફાની વરસાદે સમગ્ર વડોદરા શહેરને બાનમાં લીધું હતું. શહેરના રાવપુરા, ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, સુભાનપુરા, સયાજીગંજ, પાણીગેટ, માંડવી અને હરણી સહિતના મોટાભાગના વિસ્તારોમાં તેજ પવન સાથે મુસળધાર વરસાદ વરસ્યો હતો. પ્રથમ વરસાદમાં જ વીજ કંપનીની પોલ ખૂલી, જનતામાં આક્રોશ ચોમાસા પૂર્વે લાઈનોની મરામત અને મેઇન્ટેનન્સના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરી મોટા-મોટા દાવા કરતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની પોલ આ પ્રથમ વરસાદે જ ખોલી નાખી છે. વાવાઝોડાની શરૂઆત થતાંની સાથે જ શહેર અને ગ્રામ્યના અસંખ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સામાન્ય પવન ફૂંકાતાની સાથે જ કલાકો સુધી અંધારપટ છવાઈ જતાં સ્થાનિક રહીશોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. નાગરિકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો કે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી છે, જેના કારણે ગરમીથી રાહત મળવા છતાં લોકોએ આખી રાત અંધારામાં વિતાવવી પડી હતી. આગામી દિવસોમાં ચોમાસાની પ્રગતિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 1થી 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચી જશે, જેની સાથે જ દેશમાં સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થશે. ગુજરાતમાં આગામી 8 જૂનથી 15 જૂન વચ્ચે ચોમાસાની વિધિવત શરૂઆત થવાની આગાહી કરવામાં આવી છે, જેને પગલે અસહ્ય ગરમીથી પરેશાન આમ જનતા અને વાવણીની તૈયારી કરતા ખેડૂતો હાલમાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રમેશ તૌરાની પર 31 વર્ષ પછી ભડક્યા વાશુ ભગનાની:કહ્યું- મારો વિશ્વાસ તોડ્યો; 'કુલી નંબર-1' પછી ડેવિડ-ગોવિંદાને પોતાના પૈસાથી કાર આપી
    Next Article
    ગાંધીનગરના વાતાવરણમાં મધરાત્રે અચાનક પલટો:માણસા પંથક સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઝાપટા વરસ્યાં, ગરમીમાં રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment