Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિલ જનરેટ ન થતાં મિલકત ધારકો પરેશાન:પોરબંદર મનપામાં સોફ્ટવેર અપડેટના લીધે મિલકત વેરાની ઉઘરાણી એક માસથી બંધ

    1 day ago

    પોરબંદર મહાનગરપાલિકા નાણાકીય વર્ષના પ્રારંભે જ વેરાની ઉઘરાણી બંધ થતાં આસામીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાના વેરા વિભાગમાં છેલ્લા 1 માસથી મિલકત વેરાની ઉઘરાણીની કામગીરી સંપૂર્ણપણે બંધ રહેતા સ્થાનિક રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ શરૂ થયેલા નવા નાણાકીય વર્ષના મિલકત વેરા સહિતના અન્ય વેરાના બિલ હજુ સુધી સિસ્ટમમાં જનરેટ થયા નથી. મહાનગરપાલિકાના વેરા વિભાગના સોફ્ટવેરમાં નવા વેરાનું સેટઅપ અપડેટ કરવાની કામગીરી ચાલી રહી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. મનપા કચેરી ખાતે રોજ આવતા આસામીઓને વેરા ભરપાઈ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે તો આ વેરાની ભરપાઈ પ્રકિયા કેટલા દિવસોમાં શરૂ થશે તે વિગતો પણ જાહેર કરવામાં આવતી નથી. રોજ 50 થી વધુ અરજદારોને ધક્કા સામાન્ય રીતે નવા વર્ષની શરૂઆતમાં જ નાગરિકો પોતાના વેરાની ભરપાઈ કરવા માટે ઉત્સુક હોય છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી ટેકનિકલ કારણોસર બિલિંગ સિસ્ટમ બંધ હોવાથી, મનપા કચેરી ખાતે વેરો ભરવા આવતા રોજના 50 થી વધુ શહેરીજનોને મિલકત વેરાની ભરપાઈ કર્યા વગર જ પરત ફરવું પડી રહ્યું છે. કચેરીના ધક્કા ખાવા છતાં કામ ન થતાં કરદાતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ સોફ્ટવેર અપડેટની કામગીરી વહેલી તકે પૂર્ણ કરીને વેરા ઉઘરાણી પુનઃ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    હવાઈ સેવા ખોરવાઈ‎:ભારતીય એરલાઇન્સ પાસે નાના વિમાનો બચ્યા ન હોવાથી પોરબંદર-મુંબઇ વચ્ચેની હવાઈ સેવા ખોરવાઈ
    Next Article
    પશુપાલકોમાં ચર્ચા:પશુપાલન વિભાગની ઘોર બેદરકારી: 1 વર્ષ પહેલાં પશુ ગણતરી પૂર્ણ થઈ છતાં આંકડા જાહેર ન કરાયા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment