Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવાઈ સેવા ખોરવાઈ‎:ભારતીય એરલાઇન્સ પાસે નાના વિમાનો બચ્યા ન હોવાથી પોરબંદર-મુંબઇ વચ્ચેની હવાઈ સેવા ખોરવાઈ

    23 hours ago

    પોરબંદર જિલ્લામાં ડબલ એન્જીન સરકારનો વિકાસ વિરોધ દિશામાં ભાગતો હોય તેમ ફરી એક વખત એરોપ્લેન સેવા ઠપ્પ થઈ ગઈ છે.પોરબંદરના એરપોર્ટનો રનવે ટૂંકો હોવાથી મોટા પ્લેન અહીંથી ઓપરેટ કરી શકાતા નથી અને મોટાભાગની ભારતીય એરલાઇન્સ પાસે નાના વિમાનો બચ્યા ન હોવાથી પોરબંદર-મુંબઇ વચ્ચેની હવાઈ સેવા ખોરવાઈ છે.ત્યારે છેક આઝાદી વખતથી શરૂ થયેલી વિમાની સેવા એવા તે ડચકે ખાઈ છે કે 1 વર્ષ ચાલુ રહે છે 5 વર્ષ બંધ રહે છે.જેને લઈને પોરબંદર શહેરમાં રહેતા વેપારીઓ અને પ્રવાસીઓને ફરજીયાત વાહન અને ટ્રેઈન મારફતે મુંબઇ જવાની ફરજ પડી રહી છે. પોરબંદર શહેરમાં આઝાદી વખતથી એરપોર્ટ કાર્યરત છે.આ એરપોર્ટ પર વર્ષોથી હવાઈ સેવા કાર્યરત છે પરંતુ છેલ્લા 10 વર્ષથી આ હવાઈ સેવા ડચકે ચડી છે.પોરબંદર એરપોર્ટ ખાતે કોરોનાકાળ પૂર્વે પોરબંદર મુંબઇ,પોરબંદર અમદાવાદ, પોરબંદર હૈદરાબાદ સહિતની હવાઈ સેવા ચાલુ હતી પરંતુ કોરોના કાળ દરમ્યાન સમગ્ર દેશ ઉપરાંત પોરબંદરમાં હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી હતી. કોરોના કાળ દરમ્યાન બંધ થયેલ પોરબંદરની હવાઈ વર્ષો બાદ ફરી માર્ચ 2025માં પોરબંદર મુંબઇ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી.આ ફ્લાઇટ શરૂ થતાં જ પોરબંદર શહેરમાં રહેતા વેપારીઓ,એન.આઈ.આર.તેમ જ પ્રવાસીઓને ભારે ફાયદો થયો હતો અને આ હવાઈ સેવા ઉપલબ્ધ 72 સીટર પ્લેન કાયમી માટે ફૂલ રહેતું હતું તેમછતાં કોઈ કારણોસર એકાએક 18 એપ્રિલના રોજ પોરબંદર મુંબઇ હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી હતી જેને લઈને પોરબંદરવાસીઓ મુંબઇ જવા ફરજીયાત વાહનો અને ટ્રેન સહારો લેવાની ફરજ પડી છે. પોરબંદરના એરપોર્ટનો રનવે ટૂંકો હોવાથી બોઇંગ અને એરબસ ટાઈપના વિમાનો ટેકઓફ અને લેન્ડિંગ કરી શકતા નથી જેથી અહીં થી ફરજીયાત નાના વિમાનો ઓપરેટર કરવા પડે છે.પરંતુ આજના સમયમાં મોટાભાગના એરલાઇન્સ પાસે નાના વિમાનો ન હોવાથી કોઈ એરલાઇન્સ કંપની વિમાની સેવા આપતી નથી. ભારતીય એરલાઇન્સ પાસે નાના વિમાનો બચ્યા ન‎હોવાથી પોરબંદર-મુંબઇ વચ્ચેની હવાઈ સેવા ખોરવાઈ‎ નાના સિટીમાં પરિવહન સુવિધા શૂન્ય સરકાર દ્વારા મેટ્રો સિટીમાં સમય બચાવવા માટે મેટ્રો,વંદે માતરમ સહિતની ફાસ્ટ ટ્રેઈન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઇ રહી છે તો બીજી તરફ પોરબંદર જેવા નાના શહેરમાં ફાસ્ટ પરિવહન સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. પોરબંદર વાસીઓ મુંબઇ જવા એકમાત્ર ફ્લાઇટ સુવિધા ઉપલબ્ધ હતી તે બંધ થતાં હવે મુંબઈ જવા 6 થી 7 કલાકનો સમય લાગે છે. કેન્દ્ર-રાજ્યમાં મંત્રીપદ મળ્યા પછી પણ હવાઈ સેવા છીનવાઈ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને ઐતિહાસિક પ્રવાસન સ્થળ એવા પોરબંદર જિલ્લાને કેન્દ્ર અને રાજ્ય સરકારમાં મોટું અને મજબૂત રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું હોવા છતાં, અહીંની પ્રજા સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. પોરબંદરના સાંસદ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રીપદ ભોગવી રહ્યા છે અને સ્થાનિક ધારાસભ્ય પણ રાજ્ય કક્ષાએ મંત્રી તરીકે બિરાજમાન છે. આમ છતાં, પોરબંદર એરપોર્ટ પરથી મુંબઈ અને અન્ય શહેરોને જોડતી ફ્લાઇટ સેવાઓ બંધ થઈ જતાં સ્થાનિક વેપારીઓ, એનઆરઆઈ (NRI) અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બે દિવસમાં સમસ્યા ઉકેલવા મેયરએ આપી ખાતરી‎:આવાસ યોજનામાં પાંચ દિવસથી પાણી વિતરણ ન થયું, મુશ્કેલી વધી
    Next Article
    બિલ જનરેટ ન થતાં મિલકત ધારકો પરેશાન:પોરબંદર મનપામાં સોફ્ટવેર અપડેટના લીધે મિલકત વેરાની ઉઘરાણી એક માસથી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment