Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે દિવસમાં સમસ્યા ઉકેલવા મેયરએ આપી ખાતરી‎:આવાસ યોજનામાં પાંચ દિવસથી પાણી વિતરણ ન થયું, મુશ્કેલી વધી

    22 hours ago

    પોરબંદરના તુંબડા વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના બ્લોક નંબર 34, 35, 39 અને 40માં છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીનું વિતરણ સંપૂર્ણપણે ઠપ થઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ બ્લોકમાં આશરે 100 જેટલા પરિવારો પાણીના એક-એક ટીપા માટે વલખાં મારી રહ્યા છે. વહીવટી તંત્રની આ ઘોર બેદરકારી સામે આજે વિસ્તારની મહિલાઓએ એક થઈને મેયર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અને વહેલી તકે પાણી આપવાની માંગ કરી હતી. સ્થાનિક મહિલાઓએ મેયર સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ધોમધખતા ઉનાળામાં પાંચ દિવસથી પાણી ન આવતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરાતા, રહીશોને નાછૂટકે પોતાના ઘરના પૈસા ખર્ચીને પીવાના પાણીના પ્રાઇવેટ ટેન્કરો મંગાવવાની ફરજ પડી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આના લીધે આર્થિક બોજ વધી રહ્યો છે. મેયરે CCTVલગાવવાની ખાતરી સ્થાનિકોની રજૂઆતને પગલે મેયરે તાત્કાલિક સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે મહિલાઓને ખાતરી આપી છે કે આગામી 2 દિવસમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવશે. આ ઉપરાંત, આવાસમાં તાત્કાલિક સફાઈ ઝુંબેશ શરૂ કરવા, ઝાડીઓ કાપવા અને સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ આયોજન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    યાર્ડમાં સૌથી વધુ ચોળીની આવક‎નોંધાઈ:પોરબંદર માર્કેટીંગ યાર્ડમાં મગ, ઘઉં, અડદ, ચોળી અને તલની આવક નોંધાઈ
    Next Article
    હવાઈ સેવા ખોરવાઈ‎:ભારતીય એરલાઇન્સ પાસે નાના વિમાનો બચ્યા ન હોવાથી પોરબંદર-મુંબઇ વચ્ચેની હવાઈ સેવા ખોરવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment