Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોગ્ય સુવિધાઓનો સંપુર્ણ અભાવ:રાણાવાવના ઠોયાણા ગામમાં વિકાસ ઠપ : ગટર, આરોગ્ય અને સફાઈ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ

    13 hours ago

    રાણાવાવ તાલુકાનું ઠોયાણા ગામ જાણે કે વિકાસની દોડમાં પાછળ છૂટી ગયું હોય અને તંત્ર દ્વારા તેને જાણીજોઈને અવગણવામાં આવી રહ્યું હોય તેવો આક્રોશ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કુતિયાણા વિધાનસભા પ્રભારી મેરૂભાઈ ઓડેદરાએ વ્યક્ત કર્યો છે. મેરૂભાઈ ઓડેદરાએ તંત્રના નબળા વહીવટ સામે સવાલો ઉઠાવતા ઠોયાણાના વિકાસ માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.ઠોયાણા ગામમાં ગટર લાઈનનું કામ હાથ ધરવા માટેનો ઠરાવ પસાર થયાને છ મહિનાનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી જમીન પર કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. ખાસ કરીને, જનતા ચોકનું પાણી નકલંક ધામમાંથી પસાર થતું હોવાથી, ભાદરવા મહિનાના નેજા ઉત્સવ અને નવરાત્રી જેવા ધાર્મિક પર્વો પહેલાં શ્રદ્ધાળુઓની આસ્થાને માન આપીને ગટર લાઈનનું આયોજનબદ્ધ કામ તાત્કાલિક પૂર્ણ કરવું અનિવાર્ય બન્યું છે. આધુનિક પ્રવેશદ્વાર,આરોગ્ય સુવિધાઓનો સંપુર્ણ અભાવ રાણાવાવ તાલુકાના અન્ય ગામોમાં આધુનિક અને સુંદર પ્રવેશદ્વારો બની ગયા છે, ત્યારે ઠોયાણાને આ સુવિધાથી વંચિત રાખવામાં આવ્યું છે. તેમજ અન્ય ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, તેની સામે ઠોયાણામાં પ્રાથમિક આરોગ્યની કોઈ જ સુવિધા નથી. આ ગંભીર બેદરકારી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથેના ખુલ્લા ચેડાં સમાન છે. વહીવટી તંત્રને " આપ'ના પ્રદેશ ઉપાધ્યક્ષે આખરી ચેતવણી આપી મેરૂભાઈ ઓડેદરાએ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, લોકશાહીમાં દરેક ગામને સમાન વિકાસનો અધિકાર છે. તંત્ર દ્વારા કરવામાં આવતી આ સતત અવગણના હવે સહન કરવામાં નહીં આવે. જો તંત્ર આ મુદ્દાઓને ગંભીરતાથી લઈને વહેલી તકે ઉકેલ નહીં લાવે, તો જનહિતમાં ઉગ્ર આંદોલનાત્મક માર્ગ અપનાવવામાં આવશે, જેની તમામ જવાબદારી માત્ર અને માત્ર વહીવટી તંત્રની રહેશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા ઘરે- ઘરે કચરો લેવા માટે ઇલેક્ટ્રિક વાહનો ફાળવવામાં આવ્યા છે. પરંતુ આ વાહનોનો કોઈ જ ઉપયોગ ન થતા તે નિરર્થક બનીને ધૂળ ખાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભૂલથી શેઢાનો પથ્થર નીકળી તા થઈ મારા મારી:કિંદરખેડા ખેતરમાં જમીનના મનદુઃખમાં 2 શખ્સનો પિતા પુત્ર પર હુમલો, ફરિયાદ
    Next Article
    અકસ્માત:રાણાવાવ બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત, બાઇક સ્લીપ થતાં ચાલક ગંભીર રીતે ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment