Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:રાણાવાવ બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત, બાઇક સ્લીપ થતાં ચાલક ગંભીર રીતે ઘાયલ

    12 hours ago

    રાજકોટ નેશનલ હાઇવે પર રાણાવાવ બાયપાસ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઇક સ્લીપ થતાં ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી.સોમવારે બપોરે આ હાઇવે પર રાણાવાવ બાયપાસ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મોટરસાયકલ અચાનક સ્લીપ થઈ જતાં ચાલક રોડ પર પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત થતાં જ આસપાસથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. લોકોએ ઇજાગ્રસ્ત ચાલકની વહારે આવી તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માતને પગલે થોડો સમય માટે હાઇવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય સુવિધાઓનો સંપુર્ણ અભાવ:રાણાવાવના ઠોયાણા ગામમાં વિકાસ ઠપ : ગટર, આરોગ્ય અને સફાઈ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ
    Next Article
    7, Including Suspect, Killed In Shooting After A "Domestic Dispute" In US' Iowa

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment