Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોટિસથી ફફડાટ‎:વલસાડ ટાઉન હોલની દુકાનના કબજેદારોના પેટા ભાડૂતોને પૂરાવા આપવા પાલિકાનો આદેશ

    8 hours ago

    વલસાડમાં મુખ્ય બજાર વિસ્તારના ટાવર પાસે નગરપાલિકાના મહાત્મા ગાંધી મેમોરિયલ ટાઉન હોલ ટ્રસ્ટ દૂકાનધારકો, સ્ટોલ ધારકો પાસેથી કબજા અંગેના દસ્તાવેજી કાગળો રજૂ કરવા નોટિસ જારી કરવામાં આવતાં પેટા ભાડૂતોમાં ફફડાટ પેસી ગયો છે. પેટા ભાડૂતોએ મૂળ કબજેદારો પાસેથી ક્યારે દૂકાનો લીધી તેના કાગળો 7 દિવસમાં રજૂ કરવા જાણ કરાઇ હોવાનું જાણવા‌ ‌‌મ‌ળ્યું છે. શહેરમાં નગરપાલિકાના મહાત્મા ગાંધી મેમોરિયલ ટાઉન હોલ ટ્રસ્ટ હેઠળ હોલની નીચેની લાઇનમાં દૂકાન અને સ્ટોલ ધારકો વર્ષો પહેલાં વેપાર કરતા હતા. જેમને પાલિકાના આ ટાઉન હોલ ટ્રસ્ટમાં વ્યસાય માટે ભાડા પટ્ટે આપવામાં આવી હતી. પાલિકા સી્ઓ દ્વારા આ પરિસરમાં સ્ટોલ ધારકોને નોટિસ દ્વારા દૂકાનના દસ્તાવેજી કાગળો 7 દિવસમાં રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જો નિયત સમય મર્યાદામાં જો પૂરાવા કાગળો નહિ રજૂ કરાશે તો નિયમ મુજબની પ્રક્રિયા કરાશે તેવી ચર્ચા ઉઠી છે. પાલિકાને આ 10 દસ્તાવેજો આપવા આદેશ સ્ટોલ ધારકોને નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા મૂળ એલોટમેન્ટ લેટર, સ્ટોલ, દૂકાનની ફાળવણી સમયે બંન્ને પક્ષકારો વચ્ચે થયેલુ કરારનામુ એગ્રીમેન્ટ, ટાઉન હોલમાં કબજો ભોગવતાં મૂળ સ્ટોલ ધારકના આધાર કાર્ડ, પાન કાર્ડ દૂકાન કે સ્ટોલ જો પેટા ભાડૂઆતને આપવામાં આવ્યો હોય તો તે અંગે પાલિકાની પૂર્વ મંજૂરી, ભોગવટેદાર અને પેટા ભાડૂઆત વચ્ચે થયેલો કરાર, પેટા ભાડૂઆતના આધાર કાર્ડ, પેટા ભાડૂઆતનો ધંધો કરવા માટે ગુમાસ્તા લાયસન્સ, ભાડાપટ્ટે આપેલી દૂકાનની મુદ્દત જો પૂર્ણ થઇ ગઇ હોય તો રીન્યુ કરાવવામાં આવી હોય તો તેની નકલ.પાલિકાએ અચાનક કરેલા આદેશથી દુકાનદાર અને સ્ટોલધારકોમાં દોડાદોડી મચી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાપના દિવસ:વલસાડ જિલ્લો સ્થાપનાના 62 વર્ષમાં ઔદ્યોગિક રીતે કાયાપલટ
    Next Article
    જનજાગૃતિનો પ્રયાસ‎:વિશ્વ તંબાકુ નિષેધ દિવસે ડાંગના 17 પરિવારે વ્યસન છોડવાના-ચોમાસામાં વૃક્ષારોપણ કરવાના સંકલ્પ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment