Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાપના દિવસ:વલસાડ જિલ્લો સ્થાપનાના 62 વર્ષમાં ઔદ્યોગિક રીતે કાયાપલટ

    8 hours ago

    ભારતને વર્ષ 1947માં આઝાદી મળી ત્યારે આજનું ગુજરાત કે ગૌરવવંતો વલસાડ જિલ્લો અલગ અસ્તિત્વ ધરાવતા ન હતાં. તે સમયનો સમગ્ર વિસ્તાર મુંબઈ રાજ્યનો ભાગ હતો. બાદમાં મહા ગુજરાત આંદોલનના જ્વલંત સંઘર્ષ અને ગુજરાત પ્રેમી લોક ચળવળના પરિણામે 1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને ગુજરાતી અસ્મિતાને નવી ઓળખ મળી. પરંતુ એ સમય સુધી વલસાડ જિલ્લાનું કોઈ અલગ અસ્તિત્વ ન હતું. દક્ષિણ ગુજરાતનો આ હરિયાળો અને સાંસ્કૃતિક વારસો ધરાવતો વિસ્તાર તે સમયે સુરત જિલ્લાનો એક ભાગ હતો. ત્યારબાદ 1લી જૂન, 1964નો એ ઐતિહાસિક અને ગૌરવ ભર્યો દિવસ આવ્યો, જ્યારે વલસાડ જિલ્લાની સત્તાવાર સ્થાપના થઈ અને દરેક વલસાડવાસીને પોતાની આગવી ઓળખ પ્રાપ્ત થઈ છે. એટલે જ 1 જૂન એ માત્ર કેલેન્ડરની એક સામાન્ય તારીખ નથી, પરંતુ દરેક વલસાડવાસીના ગૌરવ, અસ્મિતા અને પોતાની ઓળખના ઉત્સવની તારીખ છે. વલસાડ જિલ્લાને 63 કિમી લાંબો સમુદ્ર કાંઠો, પારનેરા અને બગવાડા ડુંગર પર કિલ્લો, ધરમપુર અને કપરાડામાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશની યાદ અપાવતા વન આચ્છાદિત પહાડો અને લીલાછમ મનોરમ્ય અનેક ધોધને લઈ વલસાડે રાજ્ય અને રાષ્ટ્રિય સ્તરે ઓળખ પ્રસ્થાપિત કરી છે. વલસાડની આ ઓળખે આજે લોકોને આકર્ષ્યા વલસાડની ભૌગોલિક અને નૈસર્ગિક સંપતિનો પ્રાચીન ઇતિહાસ ઇ. સ. પૂર્વેથી મળી આવે છે. અહીંના વિદ્વાનોના મતે આ સ્થળનું મૂળ નામ ન્યગ્રોધપુર હતું. સંસ્કૃતમાં વડ અર્થ થાય છે. કદાચ અહીં પહેલા વડના વૃક્ષો વ્યાપક પ્રમાણમાં હશે જેથી શરૂઆતમાં વડ સાલ અને પાછળથી અપભ્રંશ થઇને વલસાડ નામ પડયું હોવાનું મનાય છે. પૌરાણિક માન્યતા અનુસાર વલસાડ જિલ્લો પરશુરામની ભૂમિ તરીકે ઓળખાય છે. દેવર્ષિઓની ભૂમિ તરીકે જાણીતા વલસાડ જિલ્લાને સદૈવ નવપલ્લવિત રહેવાના આશીર્વાદથી આ જિલ્લો અનેક રીતે સમૃધ્ધ છે. ગુજરાતના અન્ય જિલ્લાઓની તુલનામાં કુદરતે વલસાડ જિલ્લાને ચારે હાથે સુંદરતા બક્ષી છે.
    Click here to Read More
    Previous Article
    Eye on tackling undervaluation, stamp duty loss: Delhi tightens scrutiny of property registrations
    Next Article
    નોટિસથી ફફડાટ‎:વલસાડ ટાઉન હોલની દુકાનના કબજેદારોના પેટા ભાડૂતોને પૂરાવા આપવા પાલિકાનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment