Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતમાં યુવકના મોત કેસમાં હાઈકોર્ટનો ચુકાદો:ડ્રાઈવરનું લાઈસન્સ રિન્યૂ ન હોય તો પણ વીમા કંપની ક્લેમ નકારી ન શકે

    9 hours ago

    હાઈકોર્ટે વીમા ક્લેમ સેટલમેન્ટ અંગે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. અકસ્માત સમયે જો ડ્રાઈવરનું લાઈસન્સ ટેકનિકલી રિન્યૂ ન હોય, તેની પાસે વાહન ચલાવવાનો લાંબો અનુભવ હોય, તો વીમા કંપની વળતર ચૂકવવાની જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકે. વર્ષ 2003માં જૂનાગઢમાં સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં 19 વર્ષના યુવક હિતેશ પોકિયાનું મોત થયું હતું. અકસ્માત સર્જનાર ડમ્પરના ડ્રાઈવર પાસે 1983થી ભારે વાહન ચલાવવાનું લાઈસન્સ હતું, જે 4 મહિના પહેલાં જ પૂરું થઈ ગયું હતું, અકસ્માતના 6 દિવસ પછી નવું ઇશ્યૂ થયું હતું. જસ્ટિસ નિશા એમ. ઠાકોરની કોર્ટે ચુકાદો આપીને વીમા કંપનીની જવાબદારી યથાવત રાખી છે. પીડિત પરીવારને 5,86,300 9 ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ આપ્યો હતો. 2003માં જૂનાગઢના અકસ્માતમાં યુવકના મોત કેસમાં હાઈકોર્ટનો ચુકાદો 19 વર્ષનો કુંવારો દીકરો ઘડપણની લાકડી હોવાથી માતા -પિતાની સુવિધા માટે હાઈકોર્ટે વળતર વધાર્યું 19 વર્ષનો દીકરો કુવાંરો હોવાથી, કાયદા મુજબ તે અડધી કમાણી પોતાના પર ખર્ચ કરતો ગણીને હાઈકોર્ટે આવકનું વળતર ઘટાડીને 4 ,53,600 કર્યું છે. પરંતુ, ઘડપણની લાકડી સમાન દીકરો ગુમાવવા બદલ માતા-પિતાની એકલતાના વળતરમાં કોર્ટે વધારો કરી 96,800 મંજૂર કર્યા છે. આમ, અન્ય ખર્ચ સહિત હાઈકોર્ટે માતા-પિતાને ૯% વ્યાજ સાથે કુલ 5,86,700 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યને ગત વર્ષે 6,267 કરોડ આવક થઈ હતી:મેમાં GSTની 7,262 કરોડ આવક સાથે 16%નો વધારો
    Next Article
    રિયલ ટાઈમ ટ્રેન ટ્રેકિંગ સેવાઓ સરળતાથી જોડી શકાશે:અમદાવાદ-રાજકોટ રૂટ પર ટ્રેનો મોડી પડવાની સમસ્યા ઘટશે, 314 કિમી રેલવે લાઈન પર શરૂ થઈ 5જી જેવી હાઈ-સ્પીડ સિસ્ટમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment