Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યને ગત વર્ષે 6,267 કરોડ આવક થઈ હતી:મેમાં GSTની 7,262 કરોડ આવક સાથે 16%નો વધારો

    10 hours ago

    રાજ્યને મે-2026માં જીએસટી હેઠળ રૂ.7,262 કરોડની આવક થઈ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળાની રૂ.6,267 કરોડની આવકની સરખામણીએ 16 ટકા વધુ છે. આ સમયગાળામાં દેશવ્યાપી જીએસટી આવકમાં માત્ર 3.2 ટકાનો જ વધારો નોંધાયો છે. રાજ્ય કર વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ મે-2026 દરમિયાન ગુજરાતને જીએસટી હેઠળ રૂ.7,262 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. ગત વર્ષના મે મહિનામાં રાજ્યને જીએસટી હેઠળ રૂ.6,267 કરોડની આવક થઈ હતી. એક વર્ષમાં જીએસટી આવકમાં રૂ.995 કરોડનો વધારો નોંધાતા 16 ટકાનો વૃદ્ધિદર પ્રાપ્ત થયો છે. રાજ્યની જીએસટી વસૂલાતનો વૃદ્ધિદર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો ઊંચો રહ્યો છે. મે-2026 માં દેશમાં જીએસટી આવકમાં માત્ર 3.2 ટકાનો વધારો નોંધાયો છે. મે-2026 દરમિયાન વેટ હેઠળ રૂ.2,717 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂ.998 કરોડ તથા વ્યવસાય વેરા હેઠળ રૂ.22 કરોડની આવક થઈ છે. રાજ્ય કર વિભાગને મે-2026 દરમિયાન કુલ રૂ.10,998 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકાર માટે કરવેરાની આ વધતી આવક વિકાસલક્ષી યોજનાઓ અને જાહેર સુવિધાઓ માટે નાણાકીય મજબૂતી પૂરી પાડશે. કરવેરા નિષ્ણાતોના મતે રાજ્યમાં વેપાર-ઉદ્યોગની વધતી ગતિ, કરદાતાઓમાં વધતી પાલનશીલતા અને ડિજિટલ ટેક્સ વ્યવસ્થાના કારણે કરવેરા વસૂલાતમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતની જીએસટી આવકમાં થયેલો આ નોંધપાત્ર વધારો રાજ્યની આર્થિક સક્રિયતા અને વેપારિક મજબૂતીનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    350 મીટર રોડ ખુલ્લો કર્યો, 12 વાહનને નોટિસ:અસલાલીથી કમોડ સર્કલે રોડ પરના 18 દબાણો તોડી પડાયા
    Next Article
    અકસ્માતમાં યુવકના મોત કેસમાં હાઈકોર્ટનો ચુકાદો:ડ્રાઈવરનું લાઈસન્સ રિન્યૂ ન હોય તો પણ વીમા કંપની ક્લેમ નકારી ન શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment