Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    350 મીટર રોડ ખુલ્લો કર્યો, 12 વાહનને નોટિસ:અસલાલીથી કમોડ સર્કલે રોડ પરના 18 દબાણો તોડી પડાયા

    11 hours ago

    અમદાવાદ મ્યુનિ.ના દક્ષિણ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતાએ ઈસનપુર વિસ્તારમાં અસલાલીથી કમોડ સર્કલ તરફ જતા સર્વિસ રોડ પર મોટું ડિમોલિશન હાથ ધર્યું હતું. 15 મીટર પહોળા ટી.પી. રોડ કપાતમાં આવતા 18 કોમર્શિયલ યુનિટોનું અંદાજે 4500 ચોરસ ફૂટ જેટલું ગેરકાયદે બાંધકામ તોડી પાડી 350 મીટર લંબાઈનો રસ્તો ખુલ્લો થયો છે. દક્ષિણ ઝોનના જાહેરમાર્ગો અને બીઆરટીએસ રૂટ પર નડતરરૂપ 3 કાયમી રોડ દબાણ, 6 લારીઓ અને 75 નંગ પરચુરણ માલસામાન જપ્ત કરી ગોડાઉન ભેગો કરાયો હતો. રસ્તા પર ગેરકાયદે પાર્ક કરેલા 12 વાહનોને નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા દબાણ અને ગેરકાયદે બોર્ડ પેટે કુલ 9 હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાન ભારતમ્ મિશન:ભાવી પેઢીઓ માટે 700 વર્ષ જૂનું જ્ઞાન સુરક્ષિત થયું, રાજ્યના દુર્લભ ગ્રંથોને 500 વર્ષનું જીવનદાન મળ્યું
    Next Article
    રાજ્યને ગત વર્ષે 6,267 કરોડ આવક થઈ હતી:મેમાં GSTની 7,262 કરોડ આવક સાથે 16%નો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment