Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાન ભારતમ્ મિશન:ભાવી પેઢીઓ માટે 700 વર્ષ જૂનું જ્ઞાન સુરક્ષિત થયું, રાજ્યના દુર્લભ ગ્રંથોને 500 વર્ષનું જીવનદાન મળ્યું

    11 hours ago

    કેન્દ્ર સરકારના ‘જ્ઞાન ભારતમ્ મિશન’ અંતર્ગત ગુજરાતના પ્રાચીન સાહિત્યિક વારસા અને જ્ઞાનને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત કરવાનું એક મોટું સંવેદનશીલ અભિયાન ચાલી રહ્યું છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વર્ષો જૂના ગ્રંથો અને સાહિત્યને ડિજિટલ સ્વરૂપમાં સ્કેન કરીને હંમેશા માટે અમર કરવાનો છે, જેથી ભવિષ્યમાં દરેક નાગરિક પોતાના આ અમૂલ્ય વારસાને સરળ ભાષામાં સમજી અને વાંચી શકે.ગુજરાત આ બાબતમાં ખૂબ જ સમૃદ્ધ સાબિત થયું છે, કારણ કે અહીંથી સૌથી વધુ જૈન ગ્રંથો મળ્યા છે. આમાં શંખેશ્વર અને જૈન વિજયજી મહારાજ પાસેથી મળેલી 700 વર્ષ જૂની લિપિ પણ સામેલ છે. ગુજરાતમાંથી આ પ્રાચીન ગ્રંથો મળી આવ્યા છે આચારાંગ સૂત્ર: પ્રાકૃત ભાષામાં લખાયેલું આ શ્વેતાંબર જૈન સાહિત્યનું સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ ગ્રંથ છે, જેનો સમયગાળો બીજી કે ત્રીજી સદી માનવામાં આવે છે. આમાં જૈન સાધુઓના આચાર-વિચાર અને કઠોર સંયમના નિયમોનું વર્ણન છે. ભગવતી સૂત્ર:આ ગ્રંથમાં સ્વયં ભગવાન મહાવીર દ્વારા સમાવિષ્ટ કરવામાં આવેલા તેમના ઉપદેશો અને તેમના જીવનનું વિગતવાર વર્ણન છે. પદ્મ ચરિત : કવિ વિમલસૂરી દ્વારા રચિત આ ગ્રંથને પ્રથમ જૈન રામાયણ માનવામાં આવે છે. મહારાષ્ટ્રી અને પ્રાકૃત ભાષાના આ ગ્રંથમાં ભગવાન રામનું ચરિત્ર જૈન પરંપરા અનુસાર જોવા મળે છે, જે વાલ્મીકિ રામાયણ કરતા અલગ છે. જાપાનના વિશેષ સ્કેનર મશીનનો ઉપયોગ થાય છે ગુજરાતમાંથી 20 લાખથી વધુ પાંડુલિપિઓના સ્કેનિંગનું લક્ષ્ય રખાયું છે, અત્યાર સુધીમાં 14 લાખથી વધુનું કામ પૂર્ણ થયું છે. ભારત સરકારે દરેક સેન્ટરને જાપાનના વિશેષ સ્કેનર મશીનો અપાયા છે. 500 વર્ષ સુધી લિપીઓ સર્વરમાં સુરક્ષિત રહેશે જ્ઞાન ભારત મિશનના સંયોજક ડૉ. સુરેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી તમામ પાંડુલિપિઓને 100 વર્ષ સુધી સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, આવનારા સમયમાં સર્વરને પણ 500 વર્ષ સુધી કોઈ ટેકનિકલ સમસ્યા થશે નહિ. ‘જ્ઞાન ભારતમ્ મિશન’માં રાજ્યમાંથી 14 લાખ હસ્તપ્રતોના સરવેનું કામ પુર્ણ એક્સક્લુઝિવ
    Click here to Read More
    Previous Article
    રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ લાગુ:રાજ્યમાં ઑનલાઇન ફ્રોડના 600થી વધુ ગુનેગાર જેલમાં સળિયા પાછળ, મ્યૂલ હંટ 2.0નું એલાન
    Next Article
    350 મીટર રોડ ખુલ્લો કર્યો, 12 વાહનને નોટિસ:અસલાલીથી કમોડ સર્કલે રોડ પરના 18 દબાણો તોડી પડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment