Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠી મૂંઝવણ:કરિયરના કારણે અગાઉ મેં લગ્ન ન કર્યા, હવે તૈયાર છું તો મોટી ઉંમરના માંગા આવે છે!

    2 weeks ago

    મોહિની મહેતા પ્રશ્ન : મારી દીકરી MBAમાં અભ્યાસ કરે છે. એને 11મા ધોરણથી એની સાથે અભ્યાસ કરતા છોકરા સાથે પ્રેમ છે, પણ એ છોકરો 12મા ધોરણ પછી ભણ્યો નથી. એટલે અમારી ત્યાં લગ્ન કરાવી આપવાની ઈચ્છા નથી, છોકરાનું ઘર-પરિવાર વ્યવસ્થિત છે, પણ ભણેલો નથી. દીકરીને કેવી રીતે સમજાવવી? { એક મહિલા ઉત્તર : તમારી દીકરી એમબીએનો અભ્યાસ કરે છે અને એ 11મા ધોરણથી એની સાથે ભણતા છોકરાને પ્રેમ કરે છે. એ છોકરો બારમા ધોરણ સુધી જ ભણેલો છે, તો તમારી દીકરીએ જ સમજવું જોઇએ કે આજના જમાનામાં ભણતર વિના જિંદગી સારી રીતે પસાર થઇ શકે ખરી? જોકે એ આટલાં વર્ષોથી એ છોકરાને પ્રેમ કરે છે, તેથી લગ્ન માટે પુન:વિચાર કરવા એ તૈયાર નહીં થાય તે સ્વાભાવિક છે. છતાં એને સમજાવો કે ભ‌વિષ્યમાં જો કંઇ જરૂર પડે તો યોગ્ય ભણતરના અભાવે એ છોકરો દીકરીને સુખી રાખી શકશે ખરો? પ્રશ્ન : મારી ઉંમર છત્રીસ વર્ષ છે. મારા માટે પાંચ-છ વર્ષ પહેલાં જ્ઞાતિના યુવાનોના પરિવાર તરફથી માગાં આવતા હતા, પરંતુ ત્યારે મને કરિયર બનાવવામાં વધારે રસ હોવાથી મેં કોઇને હા ન કહી. હવે મારી કરિયર સારી બની ગઇ છે, ત્યારે હું લગ્ન કરવા તૈયાર છું, પણ હવે મોટી ઉંમરના અને ડિવોર્સીની વાત આવે છે. મારે શું કરવું? { એક યુવતી ઉત્તર : હવે તમારી કરિયર સારી બની ગઇ છે અને તમે લગ્ન કરવા તૈયાર છો, ત્યારે તમને મોટી ઉંમરના કે ડિવોર્સી મળે છે, તેનું કારણ એ છે કે તમારી લગ્ન કરવાની જે યોગ્ય ઉંમર હતી, તે વીતી ગઇ છે. છત્રીસ વર્ષની ઉંમરે હવે કોઇ યુવાનનું માગું તો આવવાનું નહીં. હવે તમે વધારે મોડું ન કરતાં જે સારું પાત્ર મળે તેની સાથે વહેલી તકે લગ્ન કરી લો. પ્રશ્ન : મારો દીકરો અત્યાર સુધી સારા માર્ક્સથી પાસ થતો હતો, પરંતુ આ વર્ષે એને મોબાઇલ લઇ આપ્યો ત્યારથી એ અભ્યાસમાં પાછળ રહી ગયો છે. આખો દિવસ મોબાઇલમાં જ વ્યસ્ત રહે છે. એને કંઇ કહીએ તો ગમતું નથી અને ઘર છોડીને જતા રહેવાની ધમકી આપ્યા કરે છે. { એક મહિલા ઉત્તર : તમારી ફરિયાદ જેવી જ ફરિયાદ ઘણી માતાઓ કરતી હોય છે કે સંતાનને મોબાઇલ આપ્યા પછી તેઓ અભ્યાસમાં ધ્યાન આપતા નથી અને આખો દિવસ મોબાઇલમાં વ્યસ્ત રહે છે. આનું કારણ એ છે કે મોબાઇલ મળવાથી તેઓ પોતાના મિત્રવર્તુળ, અન્ય પ્રવૃત્તિઓ વગેરેમાં વ્યસ્ત રહે છે. માતા-પિતા કંઇ રોકટોક કરે તો ઘણા સંતાનો સામો જવાબ આપે છે, તો ઘણા તમારા દીકરાની જેમ ઘર છોડીને જતાં રહેવાની ધમકી આપે છે. તેમને શાંતિથી અને પ્રેમથી સમજાવવાની જરૂર છે. તેના પર નજર અવશ્ય રાખો. જેથી આડુંઅવળું પગલું ન ભરે. પ્રશ્ન : મારી પત્ની લગ્ન પહેલાં એક યુવાનને પ્રેમ કરતી હતી, પણ એ યુવાનના પરિવારજનોની ઇચ્છા ન હોવાથી તેમનાં લગ્ન ન થઇ શક્યાં. મારી સાથે સગાઇ થઇ ત્યારે જ એણે મને આ અંગે બધું જણાવી દીધું હતું. હમણાં જાણવા મળ્યું છે કે એ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ હતા. આ વાતની જાણ મારી પત્નીએ મને નથી કરી. હું એને કઇ રીતે આ અંગે પૂછું? { એક પુરુષ ઉત્તર : તમારાં પત્નીને લગ્ન પહેલાં જે યુવાન સાથે પ્રેમ હતો, તેની સાથે લગ્ન થઇ શક્યાં નહીં અને તમારી સગાઇ થયા પછી તમારાં પત્નીએ તમને એના પ્રેમી વિશે બધી જાણ કરી દીધી હતી. હવે તમને એવું જાણવા મળ્યું કે એ બંને વચ્ચે શારીરિક સંબંધ હતા, આ વાત તમને કોણે કહી અને કહેનાર વ્યક્તિ વિશ્વાસ મૂકવાને યોગ્ય છે કે નહીં, એ વિશે પહેલાં વિચારો. જો તમને લાગતું હોય કે તમને જે વાત જાણવા મળી છે, તે સાચી હોઇ શકે છે તો તમે પત્નીને શાંતિથી આ વિશે પૂછી શકો છો, પરંતુ આમ કરવા જતાં ક્યાંક તમારું હાલનું સુખદ લગ્નજીવન ડહોળાઇ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પ્રશ્ન : પિતાના અવસાન પછી માતાએ અમને ભાઇ-બહેનને ખૂબ તકલીફ વેઠીને ઉછેર્યાં અને મારી નાની બહેનનાં લગ્ન પણ કરાવ્યાં. હવે એ મારાં લગ્ન કરાવવાં ઇચ્છે છે, પણ મારી ઇચ્છા એવી યુવતી સાથે લગ્ન કરવાની છે, જે મારી માતાનું ધ્યાન રાખે અને અમારા પરિવારને સાચવે. આજના સમયમાં આવી યુવતી મળવી મુશ્કેલ છે, તેથી મને લગ્ન કરવાની ઇચ્છા નથી. આ વાત માતાને કઇ રીતે કહેવી? { એક યુવાન ઉત્તર : તમારાં માતાએ ખરેખર એકલા હાથે તમને અને બહેનને ઉછેર્યાં અને બહેનનાં લગ્ન કરાવ્યાં. તે સારી વાત છે. હવે એ તમારા લગ્ન કરાવવા માટે યોગ્ય પાત્ર શોધે છે. તમે ઇચ્છો છો કે તમને એવી યુવતી નહીં મળે જે તમારી માતાનું ધ્યાન રાખે અને પરિવારને સાચવે. આ માન્યતા ખોટી છે. આજે પણ ઘણી યુવતીઓ લગ્ન પછી પતિ તથા તેના પરિવારને સાચવતી હોય છે. ઘણી યુવતીઓ તો જોબ કરવાની સાથે પરિવારની જવાબદારી અને કાળજી ધરાવતી હોય છે. તેથી તમે લગ્ન ન કરવા માટે જે વિચારો છો, તે યોગ્ય નથી. વળી, તમે એ કેમ ભૂલી જાવ છો કે તમારાં માતાને પણ દીકરાના લગ્ન થાય તેની હોંશ હોય.
    Click here to Read More
    Previous Article
    મૂડ માઇન્ડ:ઘરમાં બધા હતા... છતાં એ એકલી હતી
    Next Article
    જ્ઞાન-વિજ્ઞાન:આઈવીએફ અંગે કેટલીક ગેરમાન્યતાઓ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment