Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૂડ માઇન્ડ:ઘરમાં બધા હતા... છતાં એ એકલી હતી

    2 weeks ago

    ડો. સ્પંદન ઠાકર રાત્રે બધા જમવા બેઠા હતા. દીકરો મોબાઇલમાં કંઈક જોઈને હસી રહ્યો હતો. દીકરી વચ્ચે કોઈ મેસેજનો જવાબ આપી રહી હતી. પતિએ બે-ત્રણ વાર ઓફિસની વાતો કરી. બધું સામાન્ય હતું. નીનાએ બધાને ગરમ રોટલી પીરસી. પોતે છેલ્લે જમવા બેઠી. એની નજર એક પછી એક બધાના ચહેરા પર ફરી. એક ક્ષણ માટે એને વિચાર આવ્યો, ‘આ લોકો માટે આખી જિંદગી દોડી છું... પણ આજે મારા મનની વાત કોને ખબર છે?’ પ્રશ્ન નાનો હતો, પણ જવાબમાં એક ખાલી જગ્યા હતી. ક્યારેક એકલતા ખાલી ઘરમાં નથી આવતી. એ તો ભરેલા ઘરમાં આવે છે. લોકોની વચ્ચે આવે છે. રોજની વાતચીતની વચ્ચે આવે છે. અને સૌથી વધુ ત્યારે આવે છે જ્યારે વર્ષો સુધી આપણે બીજાઓ માટે જીવતા જીવતા પોતાને ભૂલી જઈએ. નીનાને યાદ પણ નહોતું કે છેલ્લે ક્યારે એણે પોતાના માટે કંઈ કર્યું હતું. લગ્ન પહેલાં એને ગીતો ગાવાનો શોખ હતો. ક્યારેક કલાકો સુધી લખતી. ક્યારેક બારી પાસે બેસીને વરસાદ જોતી. પછી જીવન આગળ વધતું ગયું. એક પછી એક જવાબદારીઓ આવતી ગઈ અને ધીમે ધીમે ‘નીના’ નામની વ્યક્તિ ગાયબ થવા લાગી. બાકી રહી ગઈ માત્ર એક મા. એક પત્ની. એક વહુ. એક સંભાળ રાખનાર સ્ત્રી. મનોવિજ્ઞાનમાં આ સ્થિતિને ઘણીવાર ઈમોશનલ એકલતા તરીકે ઓળખવામાં આવે છે. આવી એકલતા સંબંધોની અછતથી નથી જન્મતી. આવી એકલતા ત્યારે જન્મે છે જ્યારે માણસ પોતાની અંદરની દુનિયાથી સંપર્ક ગુમાવી દે. તેના લક્ષણો સ્પષ્ટ નથી હોતા. ક્યારેક સતત થાક. ક્યારેક નાની વાતે આંખ ભીની થઈ જવી. ક્યારેક કોઈ કારણ વગર ચીડિયાપણું અને બધું બરાબર હોવા છતાં અંદરથી ખાલી લાગવું. ઘણી સ્ત્રીઓ આ લાગણી અનુભવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે બાળકો મોટા થઈ જાય છે અને વર્ષો સુધી જે ભૂમિકાઓએ તેમની ઓળખ બનાવી હતી, તેની જરૂરિયાત ઓછી થવા લાગે છે. મેનોપોઝની શરૂઆતમાં સ્ત્રીના શરીરના હોર્મોન્સ બદલાય છે. ત્યારે સેરોટોનિન ઘટતા મનમાં વર્ષોથી દબાયેલા વિચારો ધીમે ધીમે ઉપર આવતા જાય છે. જે વિચારો ક્યારેક માનસિક પીડા ઉપરાંત આખા શરીરમાં આગ લાગવી અને અજંપો થવું, અશક્તિ લાગવી જેવા શારીરિક લક્ષણો પણ પેદા કરે છે. એ રાત્રે બધા સૂઈ ગયા પછી નીના બાલ્કનીમાં બેઠી હતી. ઘણા સમય પછી એણે પોતાને એક પ્રશ્ન પૂછ્યો, ‘હું કોણ છું અને શેના માટે છું?’ ક્યારેક મનની સારવાર કોઈ દવાથી નહીં, પણ આવા પ્રશ્નોથી શરૂ થાય છે. પોતાની જૂની પસંદગીઓ સાથે ફરી જોડાવું. નવી શીખ મેળવવી. મિત્રો સાથે સમય પસાર કરવો. પોતાની અંદરની વ્યક્તિને ફરી ઓળખવી. કારણ કે જીવનના એક તબક્કા પછી મનને માત્ર જવાબદારીઓ નહીં, અર્થની પણ જરૂર પડે છે. મૂડ મંત્ર: જ્યારે તમે પોતાની જાતને ગુમાવી દો છો, ત્યારે આખું ઘર ભરેલું હોવા છતાં મન ખાલી લાગે છે. પોતાની પાસે પાછા ફરવું એ જ એકલતાની સૌથી સુંદર સારવાર છે.
    Click here to Read More
    Previous Article
    Uttar Pradesh CM | મુખ્યમંત્રી યોગીનો જનતા દરબાર । CM Yogi | Janta Darbar|Politics|News 18 Gujarati
    Next Article
    મીઠી મૂંઝવણ:કરિયરના કારણે અગાઉ મેં લગ્ન ન કર્યા, હવે તૈયાર છું તો મોટી ઉંમરના માંગા આવે છે!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment