Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાન-વિજ્ઞાન:આઈવીએફ અંગે કેટલીક ગેરમાન્યતાઓ

    2 weeks ago

    ડો. વિજય દવે અહીં કેટલીક ધારણાઓ કે ખોટી માન્યતાઓ બાબતની સમજૂતી અપાઈ છે. વાસ્તવમાં આઈવીએફ સારવારથી ગર્ભધારણની સંભાવના વધી જાય છે. પણ તે 100% સફળ થવાની ગેરેંટી નથી આપતું. સફળતાનો રેશિયો 40થી 60% હોય શકે. સ્ત્રીની ઉંમર, વંધ્યત્વનું મુળ કારણ, ટ્રાન્સફર કરવામાં આવેલા એમ્બ્રીયોની સંખ્યા, ગુણસ્તર વગેરે ઉપર આઈવીએફની સફળતા આધારિત છે. વધુ એમ્બ્રીયો ટ્રાન્સફર કરવાથી હંમેશાં સફળતા મળે જ એ જરૂરી નથી. આથી દર્દીએ પોતાની અપેક્ષાઓ સંતુલિત રાખવી જોઈએ. સાથે જ પરિવારની હુંફ પણ એટલી જ જરૂરી છે. એક ખોટી માન્યતા એવી છે કે, આ સારવાર માત્ર સ્ત્રીઓ માટે જ છે. ના. અત્યંત ઓછા શુક્રાણુઓ અથવા નબળી ગતિશીલતાવાળા શુક્રાણુઓ ધરાવતા પુરુષો માટે પણ આ સારવાર કારગત છે. એક ખોટી માન્યતા એ છે કે, આઈવીએફ સારવારથી જન્મતા બાળકોમાં જન્મજાત ખોડખાંપણ હોય. બિલ્કુલ નહીં . તેઓ પણ કુદરતી રીતે જન્મેલા બાળકો જેટલા જ તંદુરસ્ત અને સામાન્ય હોય છે. ખોડખાંપણ કોઈ આનુવાંશિક રોગના કારણે અથવા જનીનગત હોય છે. ટેકનોલોજીથી નહીં. એક માન્યતા એ છે કે, આઈવીએફ સ્ત્રીની ગમે તે ઉંમરે કરાવી શકાય. ના. જેમ જેમ સ્ત્રીની ઉંમર વધતી જાય તેમ તેમ બીજની ગુણવત્તા નીચી ઉતરતી જાય અને સફળતાના ચાન્સ નોંધપાત્ર રીતે ઘટી જાય ત્યારે આવી ખર્ચાળ પદ્ધતિ ન અપનાવવી જોઈએ. આઇવીએફ સારવારની એક નિરાધાર માન્યતા એ છે કે, તેનાથી ટવીન્સ કે ટ્રીપ્લેટ્સ બાળકો જ જન્મે. ખોટી વાત. આજકાલ આઇવીએફ પદ્ધતિમાં ડોકટર સીંગલ એમ્બ્રીઓ ટ્રાન્સફર( SET )જ કરે છે. જેથી એકથી વધુ ગર્ભ રહેવાની કે અને આનુષાંગિક તકલીફો નિવારી શકાય છે. આઇવીએફ પદ્ધતિથી થનારી સગર્ભાવસ્થા હંમેશાં સીઝેરિયન ઓપરેશનથી જ પૂર્ણ થાય એવી એક માન્યતા છે. સીઝેરિયન પદ્ધતિથી પ્રસુતિ કરાવવા માટે ડોકટર પાસે કેટલાક સબળ કારણો હોય છે. જેમકે, માતાનું નબળુ સ્વાસ્થ્ય, ગર્ભસ્થ બાળકનું નબળુ સ્વાસ્થ્ય, પહેલાની પ્રસુતિનો ઇતિહાસ, ઓળનું આગળ આવી જવું અથવા રક્તસ્ત્રાવ, પ્રસુતિ દરમ્યાનનાં કોઈ કોમ્પલીકેશન્સ, ગર્ભજળ ઓછું હોવુ અથવા નિર્ધારિત સમય પહેલાં ગર્ભજળનો સ્ત્રાવ થઈ જવો અને પસંદગીનો સમય વગેરે મહત્ત્વનો ભાગ ભજવે છે. આઇવીએફ અંગેની ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરવાયા વગર ફર્ટિલિટી નિષ્ણાતની અને આધુનિક નિદાનની મદદ લેવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    મીઠી મૂંઝવણ:કરિયરના કારણે અગાઉ મેં લગ્ન ન કર્યા, હવે તૈયાર છું તો મોટી ઉંમરના માંગા આવે છે!
    Next Article
    પાંચમો વેદ:શિરોધારા ખરેખર ખરતા વાળ માટે ઉપયોગી છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment