Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદ્યોગકારો મૂડી ઘસીને વેપાર જીવંત રાખવા મજબૂર:ખર્ચ વધ્યો, વેપાર ઘટ્યો, પેમેન્ટ અટવાયાં

    2 weeks ago

    રાતભર ગાજતાં પાવરલૂમ હવે અડધી રાતે જ બંધ થઈ જાય છે. અનેક પ્રોસેસ હાઉસમાં નાઇટ શિફ્ટો બંધ થઈ રહી છે. ઓર્ડર ઘટી ગયા છે, ખર્ચ સતત વધી રહ્યો છે અને પેમેન્ટ અટવાઈ રહ્યા છે. દેશની સૌથી મોટી એમએમએફ (મેન મેડ ફાઈબર) આધારિત ટેક્સટાઈલ હબ ગણાતી સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી હાલમાં છેલ્લા 35 વર્ષના સૌથી ગંભીર આર્થિક દબાણમાંથી પસાર થઈ રહી છે. ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે પહેલીવાર એવી સ્થિતિ ઊભી થઈ છે કે ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ વેપાર અને નફાકારકતા બંને ઘટી રહ્યા છે. ઘણા વેપારીઓ હવે માત્ર ઉદ્યોગ જીવંત રાખવા માટે મૂડી ઘસીને ફેક્ટરી ચલાવી રહ્યા છે. સુરત શહેરમાં ટેક્સટાઈલ ડાંઈગ પ્રોસેસિંગ યુનિટ ચલાવતા ઉદ્યોગકારે કહ્યું હતું કે, ‘હાલ નફો તો દૂર, ફેક્ટરી ચાલુ રાખવી પણ મુશ્કેલ બની ગઈ છે’ અનેક યુનિટોમાં નાઇટ શિફ્ટ બંધ થઈ ગઈ, ઉદ્યોગકારો મૂડી ઘસીને વેપાર જીવંત રાખવા મજબૂર કારણ | યાર્ન અને કેમિકલ મોંઘાં બન્યાં 1.ઉત્પાદન ખર્ચ 50 ટકા સુધી વધી જતા નફો તૂટવા માંડ્યો MMF (મેનમેડ ફેબ્રિક)નો કાચો માલ ક્રૂડ સાથે સંકળાયેલો છે. છેલ્લા કેટલાક મહિનામાં પોલિએસ્ટર યાર્ન, ડાઈઝ-કેમિકલ અને કોલસાના ભાવ 20થી 50 ટકા સુધી વધ્યા છે. યાર્નના ભાવમાં 8થી 40 રૂપિયા પ્રતિ કિલો વધ્યા છે. પ્રોસેસ હાઉસમાં વપરાતા કોલસા અને ગેસ મોંઘા થયા, ટ્રાન્સપોર્ટ-ફ્રેઇટ ખર્ચ 25% વધ્યો છે. ઉદ્યોગકારોના મતે અગાઉ ખર્ચ વધે ત્યારે ભાવ વધારી શકાતા હતા, પરંતુ હાલ ડિમાન્ડ જ ઘણી નબળી છે. 2.ડિમાન્ડ ઘટી જતાં ગ્રે અને ફિનિશ્ડ માલનો સ્ટોક વધ્યો દેશભરમાં રિટેલ ખરીદી નબળી રહેતા સુરતના માર્કેટમાં ગ્રે અને ફિનિશ્ડ કાપડનો મોટો સ્ટોક અટવાઈ ગયો છે. ખાસ કરીને મધ્યમ અને નાના વેપારીઓ પાસે જૂનો માલ વેચાતો નથી. લગ્ન સીઝન છતાં અપેક્ષિત ઓર્ડર મળ્યા નથી. રિટેલર્સ જરૂર મુજબ ખરીદી કરી રહ્યાં છે. મોટા વેપારીઓ પણ સ્ટોક વધારવાનું ટાળી રહ્યા છે. ઘણા વેપારીઓ હવે કેશમાં ખરીદી કરવા લાગ્યા છે. તેના કારણે બજારમાં લિક્વિડિટી ક્રાઇસિસ વધી રહી છે. 3.પેમેન્ટ સાઈકલ 30 દિવસથી વધી 180 દિવસ સુધીની થઈ એક સમય એવો હતો જ્યારે સુરતના કાપડ વેપારમાં 30થી 45 દિવસમાં પેમેન્ટ ક્લિયર થઈ જતું હતું. પરંતુ હાલ ઘણા વેપારીઓ 90થી 180 દિવસ પછી પેમેન્ટ આપી રહ્યા છે. માર્કેટમાં ઉધાર ઉપર વેપાર વધી ગયો છે. નાના વીવર્સ અને પ્રોસેસરો પર સૌથી વધુ અસર પડી છે. બેંકના હપ્તા, મોંઘા વીજ બિલ અને મજૂરી ચૂકવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. શહેરનાં કેટલાક યુનિટોએ કામચલાઉ બંધ અથવા ઉત્પાદન ઘટાડી દીધું છે. 4.UAE સહિતના ગલ્ફ દેશોમાં જતા કાપડના ઓર્ડર ઘટી ગયા મધ્ય પૂર્વમાં વધતા જતા યુદ્ધના તણાવ અને આંતરરાષ્ટ્રીય ફ્રેઇટ ખર્ચ વધી જતાં એક્સપોર્ટ માર્કેટ પણ અસરગ્રસ્ત બન્યું છે. દુબઈ અને ગલ્ફ દેશોમાં જતા કાપડના ઓર્ડર ધીમા પડ્યા છે. કન્ટેનર ખર્ચમાં અનેકગણો વધારો છે. એક્સપોર્ટ ડિલિવરી મોડું થવા લાગ્યું છે અને આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાવચેત બન્યા છે. ચીન અને બાંગ્લાદેશ સાથે સ્પર્ધા વધી રહી છે તેની પણ સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પર અસર પડી રહી છે. અસર | નવા નિકાસ બજારો ગુમાવવાનું જોખમ 1.હોર્મુઝ સ્ટ્રેટના જોખમોને લઈ ફ્રેઈટ ખર્ચ 400% સુધી વધ્યો યુદ્ધ ઉપરાંત હોર્મુઝ સ્ટ્રેટ પરના જોખમોને કારણે ફ્રેઈટમાં 400% સુધીનો તોતિંગ વધારો થયો છે. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો નિકાસકારો વૈશ્વિક સ્પર્ધાત્મકતા ગુમાવશે. ચીન-બાંગ્લાદેશ જેવા દેશો, ગલ્ફ અને આફ્રિકન માર્કેટ કબજે કરી શકે છે. યુરોપિયન યુનિયને કડક પર્યાવરણીય ધોરણો લાગુ કર્યા છે. સુરતનો ઉદ્યોગ આર્થિક કટોકટીમાં હોવાથી ગ્રીન સર્ટિ. અને પર્યાવરણીય ઓડિટ પાછળ નવું રોકાણ અશક્ય બનશે, જેથી આ નિકાસ વધુ ઘટશે. 2.સ્થાનિક બજારોમાં રોકડની તંગી વકરી જાય તેવી સ્થિતિ પેમેન્ટ સાયકલ 180 દિવસ લંબાતાં રોકડની ભારે તંગી ઊભી થશે. વેપારીઓ ઉઠમણાં તરફ ધકેલાઈ શકે છે. NPAના જોખમને લઈ બેંકો લોન પર કડક નિયંત્રણો લાદી શકે છે. અહેવાલ મુજબ હાલ પાવરલૂમ માત્ર 50-60 ટકા ક્ષમતા પર ચાલે છે. જો આગામી બે ક્વાર્ટર સુધી ડિમાન્ડ નહીં સુધરે તો અનેક પ્રોસેસિંગ હાઉસ અને વણકરો (Weavers) કાયમી ધોરણે તેમની ક્ષમતા ઘટાડી દેશે અથવા યુનિટને જ સ્ક્રેપ (ભંગાર)માં વેચવા મજબૂર બનશે. 3.માલના ભરાવાથી લાંબા ગાળે ખરાબ કે આઉટડેટ થઈ શકે ગ્રે-ફિનિશ્ડ માલનો ભરાવો થતાં લાંબા ગાળે માલ ખરાબ કે આઉટડેટ થવાનું જોખમ છે. છેવટે નુકસાન વેઠીને પણ ‘ડમ્પિંગ સેલ'માં માલ વેચવો પડશે અને સંચિત મૂડી ધોવાઈ જશે. ઉધાર બંધ થતાં વેપારીઓ માત્ર રોકડેથી જ કામ કરશે, જેથી બિઝનેસનું કદ નાનું થઈ જશે. નાણાંની તંગી વચ્ચે મોટા વેપારીઓ વીવર્સ પાસેથી અત્યંત નીચા ભાવે જોબવર્ક કરાવશે. ફેક્ટરી અડધી બંધ હોય તો પણ વીજબિલ, હપ્તા, ભાડું તો ચૂકવવા જ પડે છે. 4.યુપી, બિહાર, ઓરિસ્સાના 15 લાખ શ્રમિકોની રોજીનો પ્રશ્ન સ્થાનિક ઇન્ડસ્ટ્રીમાં યુપી, બિહાર અને ઓડિશાના 15 લાખ શ્રમિકો છે. નાઇટ શિફ્ટ બંધ થઈ ઉત્પાદન અડધું થતાં તેમની રોજગારી અડધી થઈ ગઈ છે. ગેસના પ્રશ્નો અને મોંઘવારીને કારણે આગામી સમયમાં લાખો કુશળ શ્રમિકો વતન પરત ફરી શકે છે. એકવાર તેઓ સુરત છોડી જશે તો ભવિષ્યમાં માર્કેટ ફરી સુધરશે ત્યારે 'સ્કિલ્ડ લેબર' (કુશળ મજૂરો)ની ગંભીર અછતનો સામનો કરવો પડશે, જેનાથી વેતન ખર્ચમાં મોટો ઉછાળો આવશે. કુશળ શ્રમિકોની અછત વધી છે. નાઇટ શિફ્ટ બંધ, ઉત્પાદન ક્ષમતા ઘટી અને મજૂરી ખર્ચમાં વધારો થયો છે. પાવરલૂમ યુનિટો માત્ર 50થી 60 ટકા ક્ષમતા પર ચાલી રહ્યા છે. > મહેન્દ્ર રામોલિયા, ડિરેક્ટર, સચિન જીઆઈડીસી એસોસિએશન કેટલાક પ્રોસેસ હાઉસે સપ્તાહમાં 1-2 દિવસ બંધ રાખવાનું શરૂ કર્યું. નાઇટ શિફ્ટમાં મશીનો બંધ રહે છે. નવા ઓર્ડર વગર ઉત્પાદન ઘટાડવાનો ટ્રેન્ડ છે. રોજના કરોડોના વેપાર પર અસર. > કમલ તુલસ્યાન, પ્રમુખ, પાંડેસરા એસો. જલ્પેશ કાળેણા | સુરત | રાતભર ગાજતાં પાવરલૂમ હવે અડધી રાતે જ બંધ થઈ જાય છે. અનેક પ્રોસેસ હાઉસમાં નાઇટ શિફ્ટો બંધ થઈ રહી છે. ઓર્ડર ઘટી ગયા છે, ખર્ચ સતત વધી રહ્યો છે અને પેમેન્ટ અટવાઈ રહ્યા છે. દેશની સૌથી મોટી એમએમએફ (મેન મેડ ફાઈબર) આધારિત ટેક્સટાઈલ હબ ગણાતી સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી હાલમાં છેલ્લા 35 વર્ષના સૌથી ગંભીર આર્થિક દબાણમાંથી પસાર થઈ રહી છે. ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે પહેલીવાર એવી સ્થિતિ ઊભી થઈ છે કે ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ વેપાર અને નફાકારકતા બંને ઘટી રહ્યા છે. ઘણા વેપારીઓ હવે માત્ર ઉદ્યોગ જીવંત રાખવા માટે મૂડી ઘસીને ફેક્ટરી ચલાવી રહ્યા છે. સુરત શહેરમાં ટેક્સટાઈલ ડાંઈગ પ્રોસેસિંગ યુનિટ ચલાવતા ઉદ્યોગકારે કહ્યું હતું કે, ‘હાલ નફો તો દૂર, ફેક્ટરી ચાલુ રાખવી પણ મુશ્કેલ બની ગઈ છે’ 35 વર્ષમાં પહેલી વખત સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીનો સૌથી કઠિન સમય
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:મોડાસામાં જમીન વેચાણ દસ્તાવેજમાં ‎ખોટી સહી કરી 23.12 લાખની ઠગાઇ‎
    Next Article
    કોટડા જડોદર સુધી સઘન ચેકિંગ:નખત્રાણામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસની ડ્રાઈવ : 24 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment