Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:મોડાસામાં જમીન વેચાણ દસ્તાવેજમાં ‎ખોટી સહી કરી 23.12 લાખની ઠગાઇ‎

    2 सप्ताह पहले

    મોડાસામાં જમીન વેચાણનો દસ્તાવેજ બનાવી તેમાં પોતાની બહેનની જગ્યાએ પત્નીનો ફોટો લગાવી તેની ખોટી સહી કરાવી ખરા તરીકે ઉપયોગ કરાતાં મોડાસાના મોટી ઈસરોલના ખેડૂત વેપારીએ વરથુમાં જમીન વેચાણનો દસ્તાવેજ કરી આપનાર શખ્સ અને તેની પત્ની તેમજ જીવણપુરના દલાલ અને નાની ચીંચણોના શખ્સ સહિત ચાર લોકો વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત ચાર વિરુદ્ધ રૂ.23.12 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. ટાઉન પોલીસ સ્ટેશનમાં અનિલકુમાર રેવાભાઇ રાજાભાઈ પટેલ હાલ રહે. જલદીપ સોસાયટી મેઘરજ રોડ મોડાસા મૂળ રહે. મોટીઈસરોલ મોડાસાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ શહેરના હજીરા વિસ્તારમાં મેડિકલ ધરાવે છે અને તેમણે ખેતીલાયક જમીન ખરીદવા જીવણપુરના જમીન દલાલ શૈલેષકુમાર ખાંટ અને બીડકંપાના રમેશભાઈ પટેલ સાથે વાતચીત કરી ઈચ્છા વ્યક્ત કરતાં શૈલેષ ખાંટે વરથુની સીમમાં પટેલ ગીરીશભાઈ સવજીભાઈની જમીન બતાવી તેમની સાથે મુલાકાત કરાવી હતી. દરમિયાન એક વીઘાના 11.25 લાખ નક્કી કર્યા હતા. જમીન માલિક અને દલાલે અનિલભાઈને વિશ્વાસમાં લઈ સંયુક્ત જમીનમાં પટેલ ગીરીશભાઈ સવજીભાઈ પટેલ, પટેલ અનિલભાઈ સવજીભાઈ અને પટેલ સુધાબેન સવજીભાઈનું નામ હોવાથી જરૂરી વાતચીત કરી હતી. દલાલોની હાજરીમાં અનિલભાઈને વિશ્વાસમાં લઈને એમના પિતા રેવાભાઇ રાજાભાઈના નામે બાનાખત કરાયો હતો. જેમાં 3 લાખનો ચેક અપાયો હતો. અનિલભાઈએ ચેકથી તેમજ રોકડ ટુકડે ટુકડે ગીરીશભાઈ પટેલને રૂ.23.12 લાખ ચૂકવ્યા હતા. મોડાસા સબ રજિસ્ટર કચેરી ખાતે વેચાણ દસ્તાવેજ તૈયાર કરાયો હતો. જેમાં સંયુક્ત જમીનમાં સુધાબેન સવજીભાઈ પટેલની જગ્યાએ ગીરીશભાઈએ તેમના પત્ની સુશીલાબેનનો ફોટો લગાવી ખોટી સહી કરાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરાયો હોવાનું અને જમીન દલાલ તેમજ અન્ય એક વ્યક્તિ તરીકે સાક્ષી તરીકે દસ્તાવેજમાં સહી કરી હોવાનો પણ ફરિયાદ ઉલ્લેખ કરાયો છે. ગીરીશભાઈના ભાઈ અનિલભાઈ સવજીભાઈ પટેલે પ્રાંતમાં દસ્તાવેજ અંગે વાંધા અરજી આપતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આમની સામે ફરિયાદ પોલીસે ગિરીશભાઈ સવજીભાઈ પટેલ, સુશીલાબેન ગિરીશભાઈ પટેલ બંને રહે. વરથુ, શૈલેષકુમાર રતિલાલ ખાંટ રહે. જીવણપુર તા.મોડાસા અને ધમેન્દ્રસિંહ જશવંતસિંહ ઝાલા રહે. નાની ચીચણો તા.મોડાસા
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકો દુર્ગંધથી ત્રાહિમામ:હિંમતનગર-પરબડા બ્રિજ પર વારંવાર ઉભરાતી ગટરથી સ્થાનિકોને હેરાનગતિ
    Next Article
    ઉદ્યોગકારો મૂડી ઘસીને વેપાર જીવંત રાખવા મજબૂર:ખર્ચ વધ્યો, વેપાર ઘટ્યો, પેમેન્ટ અટવાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment