Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકો દુર્ગંધથી ત્રાહિમામ:હિંમતનગર-પરબડા બ્રિજ પર વારંવાર ઉભરાતી ગટરથી સ્થાનિકોને હેરાનગતિ

    2 weeks ago

    હિંમતનગરના વણઝારાવાસ- હસનનગરથી પરબડા તરફ જતાં મુખ્ય માર્ગ પર ગટર લાઈનનું ઉભરાતું ગંદુ પાણી રોડ પર થઈ નદીના ડીપ સુધી રેલાઈને નદીમાં જાય છે. દિવસ દરમિયાન અવર જવર કરતાં વાહનચાલકો અસહ્ય દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ગયા છે. ગટરના ગંદા પાણીથી રોડ પર ચીકાશ પણ થાય છે અને ગંદકી ફેલાય છે. ટુ-વ્હીલર સ્લિપ થવાનો પણ ભય પેદા થતાં અકસ્માતની દહેશત વધી છે અને નદીમાં ગંદા પાણીનો નિકાલ થતો હોઈ નદી પણ પ્રદૂષિત થવા સહિત ગંદુ પાણી નદીમાં ભરાઈ રહેતું હોવાને કારણે દુર્ગંધને લઈ ડીપ પરથી પસાર થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો રોજની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકીના કારણે આસપાસ રોગચાળો ફેલાવાની દહેશત પણ ઉભી થઇ છે. અકીલ શેખ અને સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્ર કામચલાઉ રિપેરિંગ કરે છે. કાયમી અને નક્કર ઉકેલ લાવવામાં આવે. ગટર વારંવાર ઉભરાતી બંધ થાય. લોકોને કાયમી રાહત મળવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    વાઉચર બનાવી ઠગાઈ:કતારગામમાં ભાગીદારે રેસ્ટોરન્ટના માલિકનું 64.58 લાખનું ફુલેકૂં ફેરવ્યું
    Next Article
    ફરિયાદ નોંધાઈ:મોડાસામાં જમીન વેચાણ દસ્તાવેજમાં ‎ખોટી સહી કરી 23.12 લાખની ઠગાઇ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment