Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસ્થા:ભચાઉમાં ચાંપાર ગામ વસ્યા પછી પ્રથમ વખત ભીલ યુવાને કરી બદ્રીનાથ-કેદારનાથની યાત્રા

    2 weeks ago

    ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારના ચાંપાર ગામની સ્થાપના થયા બાદ ઇતિહાસમાં પહેલીવાર ગામના કોઈ યુવાને બદ્રીનાથ અને કેદારનાથ ધામની પવિત્ર યાત્રા પૂર્ણ કરી છે. ચાંપાર ગામનો આ યુવાન સચિન કરશન રણછોડ ભીલ જ્યારે ચારધામની યાત્રા ખેડીને વતનમાં પરત ફર્યો, ત્યારે ગ્રામજનો દ્વારા આ યુવાનનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ચાંપાર ગામ સમગ્ર કચ્છ જિલ્લામાં સંપૂર્ણ અનુસૂચિત જનજાતિ (ભીલ સમાજ)ની વસ્તી ધરાવતું આ એકમાત્ર ગામ છે. આ ગામમાંથી અત્યાર સુધી કોઈ વ્યક્તિ આવા ધાર્મિક સ્થળો સુધી પહોંચી શક્યું ન હતું. યુવાનની સિદ્ધિને વધાવવા માટે ગામ આખું એકતાના તાંતણે બંધાયું હતું. ચાંપાર ગામના પૂર્વ સરપંચ શામજી હંસા ભીલ તથા કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને ગામના જ વતની ખોડાભોજા ભીલની આગેવાની હેઠળ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જ્યારે યુવાન સચિન ભીલે કેદારનાથ અને બદ્રીનાથ ધામના અનુભવોના સંભારણા ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા, ત્યારે તે વાતો સાંભળતા સાંભળતા જ ગ્રામજનો ભાવવિભોર બન્યા હતા. કલાકારો ધોળાવીરામાં પોતાની કલા રજૂ કરે છે ચાંપાર ગામના ભજનીકો અને ખાસ કરીને જોડિયાપાવાના કલાકારો પોતાની કળામાં માહેર છે. નજીકમાં જ આવેલી વૈશ્વિક ધરોહર સમાન હડપ્પન સાઇટ ધોળાવીરા ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ સમક્ષ તેઓ પોતાની કલા રજૂ કરીને રોજગારી મેળવે છે. ગામમાં દરરોજ રાત્રે ભજનની સરવાણી વહે છે, જેમાં ગ્રામજનો ભેગા મળીને પોતાના નિજ આરાધ્યદેવની આરાધના કરે છે. ગામમાં તંબૂર અને ઢોલકના તાલે ગવાતી આરતી ત્યાંથી પસાર થનાર કોઈપણ વ્યક્તિને પ્રભાવિત કરતી હોય છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિકોમાં આક્રોશ:ગંદકીના લીધે પલાંસવામાં 108નું આવવું મુશ્કેલ
    Next Article
    વિવિધ તાલુકાઓમાં સુપર સ્પેશ્યાલિટી કેમ્પોનું આયોજન કરાયું:કચ્છના 11 ગામોમાં 1350થી વધુ લોકો સુધી આરોગ્ય સેવા પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment