Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવિધ તાલુકાઓમાં સુપર સ્પેશ્યાલિટી કેમ્પોનું આયોજન કરાયું:કચ્છના 11 ગામોમાં 1350થી વધુ લોકો સુધી આરોગ્ય સેવા પહોંચી

    2 weeks ago

    વિશાળ અને વિસ્તરેલા કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અંગે જાગૃતિ અને સુવિધાઓનો અભાવ એક મોટો પડકાર બની રહી છે ત્યારે અદાણી ફાઉન્ડેશન દ્વારા 11 અંતરિયાળ ગામોમાં 1350 થી વધુ લોકો સુધી આરોગ્ય સેવા પહોંચતી કરાઈ હતી. અદાણી હોસ્પિટલ મુન્દ્રા અને જી કે જનરલ હોસ્પિટલ ભુજના સહયોગ થી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સુપર સ્પેશ્યાલિટી કેમ્પોનું આયોજન કરાયું હતું. જેમાં આંખ, બાળરોગ, દાંત, હાડકા, સ્ત્રીરોગ અને જનરલ ફિઝિશિયન જેવા ક્ષેત્રના નિષ્ણાંત તબીબો દ્વારા ગામમાંજ દર્દીઓની તપાસ અને સારવાર કરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરી જરૂરિયાતમંદ દર્દીઓને આગળની સારવાર માટે રીફર કરાયા હતા. મુન્દ્રા, દયાપર, અંજાર અને ખાવડા વિસ્તારના કુલ 11 અંતરિયાળ ગામોમાં આરોગ્ય કેમ્પ યોજાયા હતા, જેમાં મુન્દ્રા તાલુકાના કાંડાગરા, લુણી, રામાણીયા, ગેલડા, વાઘુરા અંજારના વીરા, ભલોટ, દયાપરના દેશલપર ગુંતલી, ઉગેડી તેમજ ખાવડા સાઈટ ઉપરાંત નાના મોટા બાંધાના 1350 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. અદાણી પોર્ટના એક્સિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહે અદાણી ફાઉન્ડેશનની સેવા માત્ર સારવાર પૂરતી માર્યાદિત નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ સાથે જીવનની ગુણવતામાં વધારો લાવવા માટે હોવાની લાગણી દર્શાવી હતી. કેમ્પમાં જિલ્લા અને તાલુકાના આરોગ્ય વિભાગ, ગ્રામપંચાયતો, સરપંચો અને સ્થાનિક રહીશોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. હાલ અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા, ખાવડા, લખપત અને અબડાસા વિસ્તારમાં આવેલા હેલ્થ સબસેન્ટર, પીએચસી અને સીએચસીને સાધન સહાય આપી નિષ્ણાંત તબીબી સેવાઓ દ્વારા મજબૂત બનાવવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આસ્થા:ભચાઉમાં ચાંપાર ગામ વસ્યા પછી પ્રથમ વખત ભીલ યુવાને કરી બદ્રીનાથ-કેદારનાથની યાત્રા
    Next Article
    Uttar Pradesh CM | મુખ્યમંત્રી યોગીનો જનતા દરબાર । CM Yogi | Janta Darbar|Politics|News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment