Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:‘ધર્મ લાગુ પડતો નથી’...વડોદરાના યુવાને વિવિધ ધર્મોનો અભ્યાસ કરીને મેજિસ્ટ્રેટ પાસેથી કોઈ ધર્મનો અનુયાયી નથી એવું પ્રમાણપત્ર મેળવ્યું

    15 hours ago

    ડૉ.રાજા ઉપાધ્યાય ભારત ધર્મોના સમન્વયથી ધબકતો દેશ છે, છતાં ધર્મના વાડા વૈમનસ્યનું સૌથી મોટું કારણ છે. જો કે વડોદરાનો એક યુવક એવો છે જેણે નક્કી કર્યું કે હું કોઇ ધર્મનો નથી, હું માત્ર ભારતીય છું. આખરે યુવકે તે ‘કોઇ ધર્મનો નથી’ તેવું પ્રમાણપત્ર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસેથી મેળવ્યું છે. 9 વર્ષના હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, ઇસાઇ, જૈન, આદિવાસી દેવી-દેવતાઓ સહિત ધર્મોના અભ્યાસ, ધર્મોના વડા-સંતો સાથેના વિમર્શથી ધર્મોની સમજ લઇ યુવકે ‘હું કોઇ ધર્મનો નથી, બધા ધર્મો સમાન છે, હું માત્ર માનવી છું’ તેવું સ્થાપિત કર્યું છે. હવે યુવકે પોતાની અટક પોતાની સેવાકીય સંસ્થાના નામની જ કરી દીધી છે. ગેઝેટમાં તેની અટક કોઇ ધર્મ-જ્ઞાતિને નહીં દર્શાવી શકે. ઐયાઝે તેની અટક તેની સંસ્થાના નામ પરથી એટલે કે, ‘હુઆક’ કરી દીધી છે. ભારતના કોઇ પણ ફોર્મમાં જાતિ, ધર્મ, જ્ઞાતિ, પેટાજ્ઞાતિનું કોલમ તેને લાગુ પડશે નહીં. તેના માટે આ તમામ કોલમ ‘નોટ એપ્લિકેબલ’ હશે. યુવકે ત્યાં સુધીનો નિર્ણય લીધો છે કે, શરીરનો અંત કોઈ કબ્રસ્તાન-સ્મશાનમાં નહીં થાય, શરીર તબીબી વિદ્યાર્થીઓનું જ્ઞાનવર્ધન કરશે. નોંધનિય છે કે, દેશમાં તમિલનાડુમાં 3 કિસ્સા નોંધાયા છે. જ્યારે હરિયાણાના એક કિસ્સામાં તંત્રે સર્ટિફિકેટ પરત લીધું હતું. આ દેશનો ચોથો અને ગુજરાતનો પહેલો છે. ધર્મમાં ન માને તેની 2 કેટેગરી એથિસ્ટ અને એગ્નોસ્ટિક એથિસ્ટ કોઈપણ ધર્મને માનતા નથી, તમામ ધર્મો-પ્રણાલીઓનો અસ્વીકાર કરે છે. જ્યારે એગ્નોસ્ટિક તમામ ધર્મો-પ્રણાલીઓને સ્વીકારી તે તમામમાં રહેલી સમાનતાને સ્વીકારે છે. ભાસ્કર સાથે સીધી વાત ભાસ્કરઃ આ વિચાર પાછળની પ્રેરણા શું? હુઆકઃ પિતાના મિત્રો અનેક ધર્મના હતા, જેથી સમભાવનું કલ્ચર મળ્યું. હું બાઇક રાઇડિંગ કરું છું. એક વખત રૂટમાં આવતા તમામ ધાર્મીક સ્થળે ગયો. ટેટૂ હતું તો મસ્જિદમાં રોક્યો, દાઢી હતી તો મંદિરમાં રોક્યો, નામ પૂછી જૈન મંદિરે ન પ્રવેશવા દીધો ત્યારે નક્કી કર્યું કે, ભલે તમે મને ન રાખો પણ હું બધાંને મારા માનીશ. ભાસ્કરઃ ધર્મને ન માનો તો આસ્થા-વિશ્વાસ કોની ઉપર? હુઆકઃ પૃથ્વી વિશે વિચાર કરતો તો કોઇ આકાર કે નિરાકારનો વિચાર આવતો હતો, પણ મને બ્રહ્માંડ-અંતરિક્ષના વિચાર આવ્યા, ત્યારે એ જ સમજાયું કે યુનિવર્સમાં એકલી પૃથ્વી જ નથી, બ્રહ્માંડની રચના કોઇ એનર્જિએ કરી છે, એ એનર્જી આપણું શરીર પણ ચલાવે છે, હું તેને જ માનું છું. મારી એનર્જી જ મને રસ્તો કરી આપે છે. ભાસ્કરઃ ધર્મના નામે થતા ઝઘડા વિશે શું કહેશો? હુઆકઃ ધર્મ એ જીવન જીવવાનો માર્ગ છે. તમામ ધર્મના પુસ્તક છે. જો ધર્મને સમજવા હોય તો કુરાન, ગીતા, બાઇબલ, ગુરુ ગ્રંથસાહેબ જેવા પુસ્તક વાંચો, કોઇ વ્યક્તિ પાસે જવાની જરૂર નથી. ભાસ્કરઃ નિર્ણય અંગે પરિવારનો શું મત? હુઆકઃ દાદા સૂફિઝમમાં માનતા હતા. જેમાં સીધો ઉપરવાળા સાથે સંપર્કની વાત છે. પિતા પણ સુફિઝમમાં જ માને છે. માતા માને છે કે, મને જેમાં આસ્થા હોય તે જ હું કરું. ભાસ્કરઃ પત્ની કેવી હશે? હુઆકઃ જેના માટે માનવતા જ ધર્મ હોય તે જ મારી પત્ની હશે. પહેલી શરત એ હશે કે જેને માનવું હોય તેને માની શકે પરંતુ સીધું જોડાણ સત્વ સાથે હોય.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:અમદાવાદમાં 4થી 8 જૂન સુધી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, યોગાસન સુપર લીગની પણ તૈયારી, 8 ફ્રેન્ચાઇઝી ટીમો હશે, 18 દિવસની સિઝનમાં ખેલાડી 8-10 લાખ કમાશે
    Next Article
    વિવાદ ઉગ્ર બન્યો:રહેણાંક-ગૌચર જમીન માપણીમાં લેવાતા કચ્છ કલેક્ટરને 15 દિવસનું અલ્ટીમેટમ અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment