Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:અમદાવાદમાં 4થી 8 જૂન સુધી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, યોગાસન સુપર લીગની પણ તૈયારી, 8 ફ્રેન્ચાઇઝી ટીમો હશે, 18 દિવસની સિઝનમાં ખેલાડી 8-10 લાખ કમાશે

    15 hours ago

    ભારતની પ્રાચીન યોગ પરંપરા હવે વૈશ્વિક રમત તરીકે નવી ઓળખ મેળવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. અમદાવાદમાં 4થી 8 જૂન સુધી પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાવાની છે, જેમાં વિશ્વના 70 દેશોના આશરે 500 ખેલાડીઓ ભાગ લેશે. આ આયોજનનો હેતુ માત્ર આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવાનો નથી, પરંતુ યોગાસનને ભવિષ્યમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી બહુ-રમત સ્પર્ધાઓ સુધી પહોંચાડવાનો પણછે. યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ઉદિત સેઠના જણાવ્યા અનુસાર, યોગાસનને રમત તરીકે વિકસાવવાનો સંગઠિત પ્રયાસ વર્ષ 2020માં શરૂ થયો હતો. યોગના વ્યાપક સ્વરૂપમાં ધ્યાન, પ્રાણાયામ અને આધ્યાત્મિક પાસાઓનો સમાવેશ થાય છે, જ્યારે યોગાસનનો શારીરિક ભાગ રમતગમતની સ્પર્ધાત્મક માપદંડો અનુસાર મૂલ્યાંકન કરી શકાય છે. આ કારણે તેને સ્પર્ધાત્મક રમત તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ચેમ્પિયનશિપમાં ભારતના 114 ખેલાડી ભાગ લેશે. સ્પર્ધામાં પારદર્શિતા જાળવવા માટે ડિજિટલ સ્કોરિંગ સિસ્ટમ અને વીડિયો રિવ્યૂ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત જજિંગ સિસ્ટમ લાગુ કરવાની પણ યોજના છે. યોગાસનને વ્યાવસાયિક મંચ આપવા માટે ચેમ્પિયનશિપ બાદ આઈપીએલની તર્જ પર યોગાસન સુપર લીગ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ લીગમાં 8 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લેશે, તેનું લાઈવ પ્રસારણ થશે અને ખેલાડીઓને આર્થિક તકો પણ મળશે. ઉદિત શેઠના જણાવ્યા મુજબ, વૈશ્વિક યોગ ઉદ્યોગનું કદ આશરે 100 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ભારત માટે તેની નેતૃત્વકારી ભૂમિકા જાળવી રાખવી મહત્ત્વપૂર્ણ છે. ફેડરેશનનું લક્ષ્ય 2030ના કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસનનો સમાવેશ કરાવવાનો અને ત્યારબાદ તેને ઓલિમ્પિક સુધી પહોંચાડવાનો છે. 5 લક્ષ્ય 70થી વધુ દેશોમાં વિસ્તરણ એશિયન ઇન્ડોર ગેમ્સમાં ડેમો સ્પોર્ટ 2030 કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન મેળવવું યોગાસન સુપર લીગ શરૂ કરવી ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોમાં સામેલગીરી 15 પોઇન્ટમાં યોગાસન ચેમ્પિયનશિપની લાક્ષણિકતા; સુપર લીગમાં 8 ટીમ રહેશે, કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન માટે પ્રયાસ થશે 1. પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ અમદાવાદમાં 4થી 8 જૂન દરમિયાન પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાશે, જે યોગાસનને વૈશ્વિક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. 2. 70 દેશોની ભાગીદારી સ્પર્ધામાં એશિયા, યુરોપ, અમેરિકા, આફ્રિકા અને ઓશનિયા સહિત આશરે 70 દેશોના ખેલાડીઓ ભાગ લેશે, જે યોગાસનની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ દર્શાવે છે. 3. 500 ખેલાડીઓ દેખાડશે પ્રતિભા વિશ્વભરના આશરે 500 ખેલાડીઓ વિવિધ વયજૂથ અને કેટેગરીમાં ભાગ લઈને તેમની લવચીકતા, સંતુલન, નિયંત્રણ અને પ્રસ્તુતિ કૌશલ્યનું પ્રદર્શન કરશે. 4. ભારતનું સૌથી મોટું દળ યજમાન ભારત તરફથી 114 ખેલાડી ભાગ લેશે. દેશને આ સ્પર્ધામાં સૌથી વધુ પદકો જીતવાની આશા છે. 5. નેપાળનું મજબૂત પ્રતિનિધિત્વ ભારત બાદ નેપાળ સૌથી મોટું પ્રતિનિધિમંડળ મોકલી રહ્યું છે. આ દક્ષિણ એશિયામાં યોગાસન રમતની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. 6. 2020થી શરૂ થયેલી સંગઠિત યાત્રા યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 2020માં થઈ હતી. ત્યારથી યોગાસનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત માળખા સાથે જોડવામાં આવ્યું છે. 7. યોગના શારીરિક પાસા પર ભાર યોગના વ્યાપક સ્વરૂપમાંથી યોગાસનને રમત તરીકે પસંદ કરવામાં આવ્યું, કારણ કે તેમાં પ્રદર્શન, ટેકનિક અને શારીરિક ક્ષમતાનું નિષ્પક્ષ મૂલ્યાંકન શક્ય છે. 8. ડિજિટલ સ્કોરિંગ સિસ્ટમ સ્પર્ધામાં આધુનિક ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમનો ઉપયોગ થશે, જેનાથી સ્કોરિંગ વધુ ચોક્કસ, ઝડપી અને પારદર્શક બનશે. 9. વીડિયો રિવ્યૂની સુવિધા સ્કોર અંગે વિવાદની સ્થિતિમાં ખેલાડી અપીલ કરી શકશે. જ્યુરી વીડિયો રિપ્લે જોઈને આશરે 10 મિનિટમાં અંતિમ નિર્ણય આપશે. 10. એઆઈ આધારિત જજિંગની તૈયારી ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજી દ્વારા આસનોની શુદ્ધતા, સંતુલન અને સ્થિરતાનું સ્વચાલિત વિશ્લેષણ કરવાની યોજના છે. 11. યોગાસન સુપર લીગનો પ્રારંભ વિશ્વ ચેમ્પિયનશિપ બાદ આઈપીએલની તર્જ પર યોગાસન સુપર લીગ શરૂ થશે, જે રમતને વ્યાવસાયિક અને દર્શક-કેન્દ્રિત ઓળખ આપશે. 12. આઠ ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લેશે પ્રારંભિક તબક્કામાં લીગમાં 8 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લેશે. દરેક ટીમમાં પુરુષ અને મહિલા બંને વર્ગોના ખેલાડીઓ હશે. 13. ખેલાડીઓ માટે કમાણીની તક લીગ મોડલ હેઠળ ટોચના ખેલાડીઓ માત્ર 18 દિવસની સીઝનમાં રૂ. 8 થી 10 લાખ સુધીની આવક મેળવી શકશે. 14. 100 બિલિયન ડૉલરની યોગ અર્થવ્યવસ્થા વૈશ્વિક યોગ ઉદ્યોગનું કદ આશરે 100 બિલિયન ડૉલર માનવામાં આવે છે, જે તેને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા વેલનેસ ક્ષેત્રોમાં સ્થાન આપે છે. 15. ઓલિમ્પિક સુધી પહોંચાડવાનું લક્ષ્ય ફેડરેશનનું લક્ષ્ય પ્રથમ એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં યોગાસનને સ્થાયી સ્થાન અપાવવાનું અને ભવિષ્યમાં તેને ઓલિમ્પિક રમતો સુધી પહોંચાડવાનું છે.
    Click here to Read More
    Previous Article
    વધારે ખોદકામ કર્યાની રજૂઆત:પાલનપુરના રતનપુરનું તળાવ વધારે ઊંડું કરતાં નીકળેલી માટી વેચી દીધાનો આક્ષેપ
    Next Article
    ભાસ્કર વિશેષ‎:‘ધર્મ લાગુ પડતો નથી’...વડોદરાના યુવાને વિવિધ ધર્મોનો અભ્યાસ કરીને મેજિસ્ટ્રેટ પાસેથી કોઈ ધર્મનો અનુયાયી નથી એવું પ્રમાણપત્ર મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment