Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધારે ખોદકામ કર્યાની રજૂઆત:પાલનપુરના રતનપુરનું તળાવ વધારે ઊંડું કરતાં નીકળેલી માટી વેચી દીધાનો આક્ષેપ

    14 hours ago

    પાલનપુર તાલુકાના રતનપુર ગામે કાંગસિયાપરા નજીક આવેલા ગ્રામ પંચાયતના તળાવમાં કરાયેલી ઊંડાણ કામગીરીને લઈને વિવાદ ઉભો થયો છે. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત અરજી આપી તળાવમાં જરૂરી મર્યાદા કરતાં વધુ ખોદકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તળાવમાંથી નીકળેલી માટીનું સંભવિત ગેરકાયદેસર વેચાણ થયું હોવાની શંકા વ્યક્ત કરી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે તળાવ ઊંડું કરવાની કામગીરી માટે ગ્રામ પંચાયતનો નિયમસર ઠરાવ કરવામાં આવ્યો હતો કે નહીં અને જરૂરી મંજૂરીઓ લેવામાં આવી હતી કે નહીં તે બાબતે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. રજૂઆતમાં ગ્રામજનોએ જિલ્લા તંત્રને સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવવા, કામગીરી માટે મળેલી મંજૂરીઓ અને ટેકનિકલ પ્રક્રિયાની ચકાસણી કરવા, તળાવમાંથી નીકળેલી માટીનું પ્રમાણ તેમજ તેના પરિવહન અને વેચાણની વિગતો તપાસવા માંગ કરી છે. સાથે જ જો કોઈ ગેરરીતિ અથવા ગેરકાયદેસર વેચાણ સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા સ્થાનિકોની સુરક્ષા માટે જરૂરી સુરક્ષાત્મક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે. હાલમાં આ સમગ્ર મામલો ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્ટ્રાક્ટરે ગામની અંદરથી રસ્તો બનાવ્યો તળાવની માટી ખોદનાર કોન્ટ્રાક્ટર એ ખાનગી જગ્યાને પુરાણ કરવા માટે ગામની અંદરથી રસ્તો બનાવ્યો હતો. અને રાત્રે રાત્રે જ કામ ચાલતું હતું. હજારો મેટ્રિક ટન માટી રોયલ્ટી ભર્યા વિના ઉલેચવામાં આવી હોવાની આશંકા છે.
    Click here to Read More
    Previous Article
    15 parties to attend INDIA bloc’s Delhi meet on June 8
    Next Article
    ભાસ્કર બ્રેકિંગ:અમદાવાદમાં 4થી 8 જૂન સુધી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, યોગાસન સુપર લીગની પણ તૈયારી, 8 ફ્રેન્ચાઇઝી ટીમો હશે, 18 દિવસની સિઝનમાં ખેલાડી 8-10 લાખ કમાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment