Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 વર્ષ બાદ રોહિણી નક્ષત્ર અને શુભ યોગમાં જન્માષ્ટમી ઉજવાશે:દિવ્ય સંયોગથી ચાર રાશિનું ચમકશે ભાગ્ય; કાનુડાને રાશિ પ્રમાણે પ્રસાદ ધરાવો

    12 hours ago

    જગતના નાથ શ્રીકૃષ્ણનો જન્મોત્સવ 4 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. આ વર્ષે શ્રાવણ વદ આઠમના રોજ કેટલાક ખાસ સંયોગ બની રહ્યા છે, જે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણના જન્મ સમયે બન્યા હતા. 15 વર્ષ બાદ રોહિણી નક્ષત્રમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને વૈષ્ણવ અને રામાનંદી સહિતના સંપ્રદાયોમાં જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે બાળગોપાલને પ્રસન્ન કરવા માટે ભક્તો ભાતભાતના ભોજન ધરાવે છે. જ્યોતિષ આશિષ રાવલના મતે, દરેક તહેવારો અને પર્વને ક્યાંકને ક્યાંક રાશિ, ગ્રહ અને નક્ષત્ર સાથે સીધો સંબંધ હોય છે. ત્યારે ભક્તોએ પોતાની રાશિ મુજબ કાનુડાને પ્રસાદ ધરાવવો જોઈએ. જાણો તમામ 12 રાશિ પ્રમાણે બાળ ગોપાલને કયો પ્રસાદ ધરાવવો… દિવ્ય સંયોગથી ચાર રાશિનું ભાગ્ય ચમકશે જન્માષ્ટમી પર બની રહેલા આ શુભ સંયોગથી 4 રાશિના જાતકોના સંકટ દૂર થશે, સુખ-સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થશે. જન્માષ્ટમીમાં ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચ થઈને બિરાજમાન રહેશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. આત્મવિશ્વાસ વધશે. લાંબા સમયથી અટકેલી યોજના ગતિ પકડશે. ધન લાભના મજબૂત યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમારા નિર્ણયોના વખાણ થશે. નવી જવાબદારીઓ પણ મળી શકે છે. સર્વાર્થ સિદ્ધિ અને હર્ષણ યોગનું નિર્માણ સિંહ રાશિ માટે કરિયર અને વેપારમાં નવી તકોના દ્વાર ખોલશે. નવી નોકરી અને વેપાર વિસ્તારમાં મોટી સફળતા મળશે. સમાજમાં માન-સન્માન વધશે. પૈતૃક સંપત્તિ કે જૂના રોકાણથી મોટો આર્થિક લાભ થવાના પ્રબળ સંકેત છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્રની સ્થિતિ સપ્તમ ભાવમાં રહેશે, જેથી દાંપત્ય જીવનમાં સફળતા મળશે. જીવનસાથી સાથે સંબંધ મધૂર થશે. તેમનો સહયોગ મળશે. વેપારમાં નવા સોદા થશે, જે ભવિષ્યમાં લાભદાયક રહેશે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. મકર રાશિ માટે રોહિણી નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો આ સંયોગ અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલી રસપ્રદ કથાઓ મહાભારતના યુદ્ધમાં સારથિ બનીને જીવનનું સૌથી મોટું જ્ઞાન આપનારા સુદર્શનધારી શ્રીકૃષ્ણની બાળલીલાઓ પણ એટલી જ સુંદર છે. લાલાના અવતરણ દિવસે જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ કથાઓ... માતા યશોદા લાલાને કન્યા જેવો શૃંગાર કરતા હતાં કથા અનુસાર જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે વાસુદેવ માતા યશોદા અને નંદજીને સોંપી આવ્યા. તે સમયે કંસ સતત કાનુડાને મારવાનો પ્રયત્ન કરતો રહ્યો. કંસે ક્યારેક પૂતનાને તો ક્યારેક બકાસુરને, અવાર નવાર રાક્ષસોને મોકલ્યા. આવા રાક્ષસોથી પોતાના લાલાની રક્ષા કરવા માતા યશોદા ક્યારેક ક્યારેક તેમને કન્યાના રૂપમાં તૈયાર કરતા હતાં, જેથી કોઈ તેમને ઓળખી ન શકે અને નુકસાન પહોંચાડી ન શકે. લોકમાન્યતા અનુસાર આજે પણ ઘણી જગ્યાએ બાળકોને નજરથી બચાવવા માટે કન્યાની જેમ તૈયાર કરવામાં આવે છે. રાધાજીએ કૃષ્ણને ચરણરજ મોકલી એક વખતની વાત છે, કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓમાં તમામ લોકો વ્યસ્ત હતા. લોકો વિવિધ પ્રકારના પકવાન બનાવી રહ્યા હતા, કોઈ નાચી-ગાઈ રહ્યું હતું. ઉત્સવમાં અનેક લોકો સામેલ થયા પરંતુ શ્રીકૃષ્ણ પોતે સામેલ થયા નહોતા. માતા રુક્મણિ આ જોઈને ચિંતિત થયા અને તેમણે પ્રભુને પૂછ્યું કે તેઓ આટલા ઉદાસ કેમ છે? તેના પર કૃષ્ણએ કહ્યું કે, તેમના માથામાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. જો કોઈ વ્યક્તિ, જે તેમને સાચો પ્રેમ કરતી હોય અને પોતાના પગની ધૂળ તેમના માથા પર લગાવે, તો દુખાવો બંધ થઈ શકે છે. રુક્મણિ અને સત્યભામાએ કહ્યું કે, તેઓ કૃષ્ણને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ પગની ધૂળ ભગવાનના માથા પર લગાવવી શક્ય નથી. તેમના મતે આ ભગવાનનું અપમાન હતું. નારદ મુનિ પણ પાપ લાગવાના ડરથી આ કામ માટે તૈયાર ન થયા. બીજી તરફ આ વાત ધીમે-ધીમે વૃંદાવન સુધી પહોંચી ગઈ. જ્યારે ગોપીઓએ રાધારાની સુધી આ વાત પહોંચાડી, ત્યારે તેમણે નિઃસંકોચ પોતાની ચરણ રજ આપવાનો નિર્યણ લીધો. કથા અનુસાર રાધાજીએ પોતાની સાડીનો પાલવ જમીન પર પાથર્યો અને ગોપીઓને તેના પર ચાલવા અને નૃત્ય કરવાનું કહ્યું, જેથી તે કપડાંમાં તેમના પગની ધૂળ લાગી જાય. ત્યારબાદ તેમણે ધૂળથી ભરેલું કપડું નારદ મુનિને આપ્યું અને કાનુડાના માથા પર બાંધવા કહ્યું. જેવા નારદ મુનિએ એ કપડું શ્રીકૃષ્ણના માથે રાખ્યું, તેમનો દુખાવો ગાયબ થઈ ગયો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું કે, સાચા પ્રેમમાં ભય, સ્વાર્થ અને પરિણામની ચિંતા હોતી નથી. વાંદરાઓનું ઋણ ચૂકવવા માખણચોર બન્યો કાનુડો હરિ તારા નામ છે હજાર... કાનુડાના હજારો નામ છે, જેમાંથી એક નામ માખણચોર પણ છે. કાનુડો બાળપણમાં માખણ ચોરી કરતો હતો અને પોતાના મિત્રો સાથે મળીને ખાતો હતો. આ વાત કોઈનાથી છુપાયેલી નથી. પરંતુ શું તમને ખબર છે કે, ઘણી કથાઓ મુજબ કાનુડો વાંદરાઓને પણ માખણ ખવડાવતો હતો. કથા અનુસાર શ્રીકૃષ્ણને પોતાના પાછળના અવતાર એટલે કે ભગવાન શ્રીરામનું સ્મરણ હતું. ત્રેતા યુગમાં ભગવાન રામને માતા સીતાની શોધ અને રાવણ વિરુદ્ધ યુદ્ધમાં વાનર સેનાનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. આ જ ઋણને લીધે શ્રીકૃષ્ણ પણ વાંદરાઓ પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતા હતા અને તેમને માખણ ખવડાવતા હતા. ગુરુદક્ષિણા ચૂકવવા સમુદ્રમાં અસૂર સાથે યુદ્ધ કર્યું યમુના જળમાં ઉતરીને કાનુડાએ કાળિયા નાગનો સામનો કર્યો હતો. આ કથા બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ. પરંતુ અન્ય એક પ્રચલિત કથા મુજબ શ્રીકૃષ્ણ અન્ય એક અવસરે પણ સમુદ્રના ઊંડાણમાં ગયા હતા. શ્રીકૃષ્ણ અને મોટાભાઈ બલરામે મહર્ષિ સાંદીપનિના આશ્રમમાં શિક્ષા પ્રાપ્ત કરી હતી. અહિં જ તેમની મિત્રતા સુદામા સાથે પણ થઈ. જ્યારે તેમનો અભ્યાસ પૂરો થયો, ત્યારે શ્રીકૃષ્ણએ પોતાના ગુરુ સાંદીપનિને ગુરુદક્ષિણા માંગવાનું કહ્યું. ગુરુજીએ પહેલાં તો કંઈ પણ માંગવાની ના પાડી દીધી, પરંતુ શ્રીકૃષ્ણના વારંવાર આગ્રહને કારણે તેમણે પોતાના દીકરાને પાછા લાવવાની ઇચ્છા દર્શાવી. કથા અનુસાર, સાંદીપનિ ઋષીના દીકરા સમુદ્ર તટ પર ગયા હતા અને પછી ગુમ થઈ ગયા હતા. શ્રીકૃષ્ણએ સમુદ્રને આ વિશે પૂછ્યું. તેઓ સમુદ્રના પેટાળમાં પહોંચ્યા, જ્યાં એક અસૂર સાથે તેમનો સામનો થયો. કૃષ્ણએ તે અસુર સાથે યુદ્ધ કર્યું અને ગુરુજીના દીકરાને પાછો લાવવાનો પ્રયાસ કર્યો. કેટલાક પૌરાણિક સંસ્કરણોમાં આ કથામાં પંચજન નામના અસૂર અને યમલોકનો ઉલ્લેખ મળે છે. છેલ્લે શ્રીકૃષ્ણએ પોતાના ગુરુની ઇચ્છા પૂરી કરી અને ગુરુદક્ષિણા આપી.
    Click here to Read More
    Previous Article
    नेपाल बाढ़ से गंडक में बहकर आई मॉन्स्टर फिश, सस्ती सौगात समझकर खा रहे हैं लोग, एक्सपर्ट बोले- भूलकर भी न खाएं
    Next Article
    ટ્રમ્પના જન્મજાત નાગરિકતા સંબંધિત આદેશ પર રોક:જજે કહ્યું- સરકાર જન્મથી મળેલી નાગરિકતા છીનવી શકે નહીં

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment