Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાનગઢમાં સગર્ભા અને શિશુને મળ્યું નવજીવન:આરોગ્યકર્મીઓની સતર્કતાથી સફળ પ્રસૂતિ થઈ

    22 hours ago

    થાનગઢના નવાગામ ખાતે આરોગ્યકર્મીઓની સતર્કતાથી એક શ્રમજીવી સગર્ભા માતા અને તેના નવજાત શિશુનો જીવ બચી ગયો છે. જોખમી લક્ષણો જણાતા સગર્ભાને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં સફળ અને સુરક્ષિત પ્રસૂતિ થઈ. પ્રાપ્ત માહિતી અનુસાર, થાનગઢ તાલુકાના નવાગામમાં કારખાનામાં મજૂરી કરતા 24 વર્ષીય મીનાબેન બળદેવભાઈ મગવાણીયા સગર્ભા હતા. આરોગ્ય વિભાગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર અને આશાબહેનોએ નિયમિત ઘરેલુ મુલાકાત દરમિયાન મીનાબેનને પગમાં સોજા અને યુરિન આલ્બ્યુમિન જેવા જોખમી લક્ષણો જોયા હતા. આરોગ્યકર્મીઓએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક મેડિકલ ઓફિસરનો સંપર્ક કર્યો. મીનાબેનને આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નવાગામ (થાન) ખાતે લાવવામાં આવ્યા. ત્યાં મેડિકલ ઓફિસર ડો. વિશાલકુમાર ભટ્ટે બ્લડ પ્રેશર અને ગર્ભસ્થ શિશુના ધબકારા સહિતની પ્રાથમિક તપાસ કરી. તપાસમાં આ કેસ અતિ જોખમી સગર્ભાનો જણાતા, માતા અને બાળકનો જીવ બચાવવા 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને વધુ સારવાર માટે રાજકોટ સિન.આઈ. પ્રજાપતિના માર્ગવિલ હોસ્પિટલ રિફર કરાયા. આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલ, આર.સી.એચ.ઓ. ડો. અનિલકુમાર અગ્રાવત અને થાનગઢ તાલુકા લાયઝન તથા જિલ્લા આઈ.ઈ.સી. ઓફિસર એદર્શન હેઠળ થઈ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સમયસર પહોંચી જવાથી મીનાબેનને ઉત્તમ તબીબી સારવાર મળી. પરિણામે, તેમની નોર્મલ ડિલિવરી થઈ અને તેમણે 2,900 કિલોગ્રામ વજનના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. સરકારી હોસ્પિટલની યોગ્ય સારવાર બાદ માતા અને બાળક બંને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા. આ ઘટના રાજ્ય સરકારની સુદ્રઢ આરોગ્ય પ્રણાલી અને છેવાડાના માનવી સુધી પહોંચતી સેવાઓની સફળતા દર્શાવે છે. 'આયુષ્માન આરોગ્ય મંદિર'ની સેવાઓ, તબીબોની નિષ્ઠા અને 108ની ઝડપી સેવાથી એક પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ.
    Click here to Read More
    Previous Article
    ખારાઘોડા, મીઠાઘોઢાના તળાવો ₹2.29 કરોડના ખર્ચે ઊંડા કરાશે:ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું, વરસાદી પાણીનો સંગ્રહ વધશે
    Next Article
    પાટણમાં રૂ. 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો નાશ:સિદ્ધપુર ડિવિઝનના 37 ગુનાઓમાં પકડાયેલ 34,903 બોટલોનો કરાયો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment