Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારાઘોડા, મીઠાઘોઢાના તળાવો ₹2.29 કરોડના ખર્ચે ઊંડા કરાશે:ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યું, વરસાદી પાણીનો સંગ્રહ વધશે

    21 hours ago

    પાટડી તાલુકાના ખારાઘોડા અને મીઠાઘોઢા ગામના તળાવોને કુલ રૂ. 229.70 લાખના ખર્ચે ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ બંને તળાવોને ઊંડા કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રોજેક્ટથી ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ વધશે. ખારાઘોડાના નવા તળાવને ₹114.85 લાખના ખર્ચે ઊંડું કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પી.કે. પરમાર સાથે જિલ્લા પંચાયત સદસ્ય નાનજી પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિલીપ માલકિયા, તાલુકા પંચાયત સદસ્ય સુરેશ અને ગામના સરપંચ દશરથ સહિતના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. એ જ રીતે, મીઠાઘોઢા ગામના વિલાસર તળાવને પણ ₹114.85 લાખના ખર્ચે ઊંડું કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ પ્રસંગે ધારાસભ્ય પી.કે. પરમાર ઉપરાંત તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ રબારી, ગામના સરપંચ અને અન્ય સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, તળાવો ઊંડા થવાથી ચોમાસામાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ શક્ય બનશે. આના પરિણામે ઉનાળા દરમિયાન સ્થાનિક લોકો અને પશુઓ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે, જે તેમના માટે અત્યંત લાભદાયી સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ડારી ટોલ પ્લાઝા સામે CNG કારમાં અચાનક આગ:ફાયર ટીમે તાત્કાલિક પહોંચી આગ કાબૂમાં લીધી
    Next Article
    થાનગઢમાં સગર્ભા અને શિશુને મળ્યું નવજીવન:આરોગ્યકર્મીઓની સતર્કતાથી સફળ પ્રસૂતિ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment