Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રૂ. 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો નાશ:સિદ્ધપુર ડિવિઝનના 37 ગુનાઓમાં પકડાયેલ 34,903 બોટલોનો કરાયો નાશ

    23 hours ago

    પાટણ જિલ્લાના સિદ્ધપુર ડિવિઝન હેઠળના પાંચ પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશ બાદ કુલ 37 ગુનાઓમાં પકડાયેલી 34,903 દારૂની બોટલો અને ટીનનો નાશ કરાયો હતો, જેની કુલ કિંમત ₹1,06,19,725 થાય છે. આ કાર્યવાહી સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામની સીમમાં સત્તાવાળાઓની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. સિદ્ધપુર ડિવિઝન હેઠળના કાકોશી પોલીસ સ્ટેશનના 11 ગુના, બાલીસણાના 3, રણુંજના 2, સરસ્વતીના 11 અને વાગડોદ પોલીસ સ્ટેશનના 10 ગુના મળીને કુલ 37 ગુનાઓનો મુદ્દામાલ એકત્રિત કરાયો હતો. આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી કાયદેસરનો હુકમ મેળવવામાં આવ્યો હતો. આ કામગીરી માટે પાટણ-સિદ્ધપુરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના વડપણ હેઠળ એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં સિદ્ધપુર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ બી. સોલંકી, પાટણના નશાબંધી અને આબકારી અધિકારી તેમજ સંબંધિત થાણા ઇન્ચાર્જો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં, સરસ્વતી તાલુકાના મોજે-ચોરમારપુરા ગામની સરકારી પડતર ખરાબાની જમીનમાં, સરકારી ગોડાઉનની પાછળ અને સુજનીપુર રોડ નજીક સમગ્ર જથ્થા પર રોલર ફેરવીને નાશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    થાનગઢમાં સગર્ભા અને શિશુને મળ્યું નવજીવન:આરોગ્યકર્મીઓની સતર્કતાથી સફળ પ્રસૂતિ થઈ
    Next Article
    વલસાડ-જોધપુર એક્સપ્રેસનું ટર્મિનલ સ્ટેશન બદલાયું:હવે જોધપુરને બદલે ભગત કી કોઠી સ્ટેશન સુધી દોડશે, જાણો નવો સમય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment