Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ-જોધપુર એક્સપ્રેસનું ટર્મિનલ સ્ટેશન બદલાયું:હવે જોધપુરને બદલે ભગત કી કોઠી સ્ટેશન સુધી દોડશે, જાણો નવો સમય

    23 hours ago

    પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વલસાડ-જોધપુર-વલસાડ સાપ્તાહિક એક્સપ્રેસ (ટ્રેન નંબર 22991/22992) ના ટર્મિનલ સ્ટેશનમાં કાયમી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર આગામી 2જી જૂન 2026થી અમલમાં આવશે. હવે આ ટ્રેન જોધપુર જંક્શન (JU) ને બદલે ભગત કી કોઠી (BGKT) સ્ટેશન સુધી જશે અને ત્યાંથી જ પરત ફરશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) શ્રી અનુભવ સક્સેનાએ આ માહિતી આપી હતી. નવી વ્યવસ્થા મુજબ, ટ્રેન નંબર 22991 વલસાડથી ભગત કી કોઠી 2જી જૂન 2026થી જોધપુર જંક્શનને બદલે ભગત કી કોઠી સ્ટેશને સવારે 8 વાગ્યે પહોંચશે. વળતી ટ્રેન નંબર 22992 ભગત કી કોઠીથી વલસાડ 3જી જૂન 2026થી જોધપુરને બદલે ભગત કી કોઠી સ્ટેશનેથી સાંજે 7:30 વાગ્યે વલસાડ જવા માટે પ્રસ્થાન કરશે. રેલવે પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટ્રેનના રૂટ, સ્ટોપેજ, સમય (ટર્મિનલ સિવાય) અને કોચ કમ્પોઝિશનમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનની વિગતો માટે સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં રૂ. 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો નાશ:સિદ્ધપુર ડિવિઝનના 37 ગુનાઓમાં પકડાયેલ 34,903 બોટલોનો કરાયો નાશ
    Next Article
    વડોદરામાં પોલીસ ભવન બહાર દલિત સમાજનું ઉગ્ર પ્રદર્શન:ચક્કાજામ અને સરકારી વાહનોની તોડફોડ બદલ 75 લોકો સામે ગુનો દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment