Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળમુખી થારનો ચાલક બે અકસ્માત સર્જી ભાગ્યો:​ભવનાથમાં બેફામ સ્પીડે દોડતી થાર કારે રાહદારી અને બાઇક સવાર માસૂમ પરિવારને ઉડાવ્યો, રાત્રિના સમયે જ આરોપીની ધરપકડ

    1 week ago

    જૂનાગઢ શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે હિટ એન્ડ રનની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝરી કારના બેકાબૂ ચાલકે રસ્તા પર ભારે આતંક મચાવ્યો હતો. પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે અલગ-અલગ બે વિસ્તારોમાં અકસ્માત સર્જી રાહદારીઓ અને બાઈક સવાર પરિવારના જીવ જોખમમાં મૂક્યા હતા. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કાળમુખી કારના ચાલક સિરાજ સલીમ શેખની રાતોરાત ધરપકડ કરી લીધી છે. પ્રથમ અકસ્માત: ભવનાથમાં પરપ્રાંતીય યુવકના પગ પર કારનું વ્હીલ ફેરવી દીધું મળતી માહિતી મુજબ, આ ઘટનાની શરૂઆત ભવનાથ વિસ્તારમાં આવેલા સરકારી મેદાન પાસે થઈ હતી. જૂનાગઢ ખાતે પોતાના મિત્રો સાથે ફરવા આવેલા એક પરપ્રાંતીય રાહદારી યુવકને પાછળથી આવી રહેલી લક્ઝરી કારે જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું આગળનું વ્હીલ આ યુવકના પગ પર ફરી વળ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાને બદલે કાર ચાલક સિરાજ શેખ વાહન રોક્યા વિના જ ત્યાંથી જૂનાગઢ શહેર તરફ નાસી છૂટ્યો હતો. બીજો અકસ્માત: ગિરનાર દરવાજા પાસે માસૂમ બાળક સહિત આખા પરિવારને ઉડાવ્યો ભવનાથથી ભાગેલી આ કાર એટલાથી જ ન અટકી પરંતુ શહેર તરફ આગળ વધીને ગિરનાર દરવાજા અને મુખ્ય ચોક વચ્ચે આવેલા એક રહેણાંક વિસ્તાર પાસે તેણે બીજો મોટો અકસ્માત સર્જ્યો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ બાઈક સવાર પરિવારને આ કારે અડફેટે લીધો હતો. આ મોટરસાઇકલ પર પતિ-પત્ની અને તેમનું નાનું બાળક સવાર હતા. કારની ધડાકાભેર ટક્કર વાગવાના કારણે બાઈક પર સવાર ત્રણેય સભ્યો રોડ પર પટકાયા હતા અને માસૂમ બાળક સહિત આખા પરિવારને નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ આતંકની ઘટનાને પગલે સમગ્ર જૂનાગઢ શહેરમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. પોલીસ અધિકારીનું સત્તાવાર નિવેદન ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, "ગંભીર બેદરકારીપૂર્વક વાહન ચલાવીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકનાર કાર ચાલક સિરાજ સલીમ શેખ સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે રાત્રિના સમયે જ ઓપરેશન પાર પાડીને આરોપી ચાલકની ધરપકડ કરી લીધી છે." આ હિટ એન્ડ રનની ઘટના સંદર્ભે ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ શહેરના મુખ્ય એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાહન અધિનિયમ (મોટર વ્હીકલ એક્ટ) અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ હાલ આ મામલે આગળની કાયદાકીય તપાસ ખૂબ જ તેજ ગતિએ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મુંજપરમાં હડકાયા શ્વાનનો આંતક:શ્વાને 5થી વધુ બાળકોને બચકા ભર્યા, તમામ બાળકોને સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ખસેડાયા; 3 બાળકની હાલત ગંભીર
    Next Article
    ગીર સોમનાથમાં ચાલુ કારમાં લાગી આગ:વેરાવળ-જૂનાગઢ હાઈવે પર ડ્રાઈવરની સજાગતાથી મોટી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment