Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં આર્મી જવાનનું રહસ્યમય મોત:જમવા જવાનું કહી નીકળ્યા બાદ મધ્યરાત્રીએ કાકાના મોબાઈલ પર મોકલ્યું લોકેશન, સવારે તે જ જગ્યાએથી લાશ મળી

    2 weeks ago

    સુરત શહેરમાં ફરી એકવાર ચકચારી ઘટના સામે આવી છે. સુરતના પુણાગામ વિસ્તારમાં કાકા-કાકીને ત્યાં ફરવા આવેલા અને ભારતીય સેનામાં દેશની સેવા કરતા 29 વર્ષીય જવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાત્રે જમવા જવાનું કહીને નીકળેલા આ જવાને અડધી રાત્રે તેના કાકાને મોબાઈલ પર પોતાનું લોકેશન મોકલ્યું હતું. સવારે કાકાએ આ લોકેશન ચેક કરીને તપાસ કરતાં જવાન ખુલ્લી જગ્યામાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ સાથે જ ઘટના સ્થળેથી કંઈક મિશ્રણ કરેલી બોટલ પણ મળી આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. મૂળ અમરેલીના વતની અને આર્મી જવાન સુરત ફરવા આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વતની 29 વર્ષીય શૈલેષભાઈ ભુરાભાઈ કળસાગરા ભારતીય આર્મીમાં નોકરી કરતા હતા. તેઓ હાલમાં સુરતના પુણાગામ ખાતે આવેલી કૃષ્ણનગર સોસાયટીના અમર એપાર્ટમેન્ટમાં રહેતા પોતાના કાકા-કાકીને મળવા અને સુરતમાં ફરવા માટે આવ્યા હતા. રજાઓ ગાળવા આવેલા ભત્રીજાના આવા કરુણ અંતથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. રાત્રે જમવાનું કહીને નીકળ્યા, મધ્યરાત્રિએ કાકાને લોકેશન મોકલ્યું ગઈકાલે રાત્રે શૈલેષભાઈ તેમના કાકાને 'હું બહાર જમવા જાઉં છું' તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદ તેઓ પુણા વિસ્તારમાં જ આવેલ શુભમ એલિકેન નામની એક ખુલ્લી જગ્યામાં પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મધ્યરાત્રિએ શૈલેષભાઈએ તેમના કાકાના મોબાઈલ ફોન પર પોતાનું લાઈવ લોકેશન મોકલ્યું હતું. જોકે, રાત્રે કાકાનું ધ્યાન ન જતાં, આજે સવારે જ્યારે તેમણે મોબાઈલ ચેક કર્યો ત્યારે આ લોકેશન જોયું હતું. સવારે લોકેશનના આધારે તપાસ કરતા જવાનનો મૃતદેહ મળ્યો સવારે લોકેશન જોયા બાદ કાકા તાત્કાલિક તે સ્થળ પર શુભમ એલિકેનની ખુલ્લી જગ્યામાં પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા જ શૈલેષભાઈ ત્યાં મૃત હાલતમાં મળી આવતા કાકાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટના અંગે તાત્કાલિક સ્થાનિક પુણા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્મીમેર હોસ્પિટલમાં પીએમ કરાયું પુણા પોલીસે આર્મી જવાન શૈલેષભાઈના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તબીબોની પેનલ દ્વારા પીએમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોતના ચોક્કસ કારણને જાણવા માટે તબીબો દ્વારા વિવિધ સેમ્પલો લેવામાં આવ્યા છે, જેના લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. ઘટનાસ્થળેથી શંકાસ્પદ પાણીની બોટલ મળી પોલીસને તપાસ દરમિયાન શૈલેષભાઈના મૃતદેહની બાજુમાંથી એક શંકાસ્પદ પાણીની બોટલ મળી આવી છે. આ બોટલમાં કોઈ પદાર્થનું મિશ્રણ કર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે આ કેમિકલયુક્ત કે ઝેરી પદાર્થ મિશ્રિત હોવાની આશંકાવાળી બોટલને કબજે કરીને તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપી છે. સોમવારે જ નોકરી પર હાજર થવાનું હતું, તે પહેલાં જ મોત આ સમગ્ર મામલે ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે, શૈલેષભાઈ પોતાની રજાઓ પૂર્ણ કરીને આજરોજ એટલે કે સોમવારના દિવસે જ ફરીથી આર્મીની ફરજ પર હાજર થવાના હતા. પરંતુ તેઓ ફરજ પર ચઢે તે પહેલાં જ તેમનું રહસ્યમય મોત થતાં અનેક સવાલો ઊભા થયા છે. આ આત્મહત્યા છે, અકસ્માત છે કે પછી કોઈ સાજિશ? તે દિશામાં પુણા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતાની ભયાનક ગલીઓમાં શૂટ થઈ કરિશ્મા કપૂરની 'બ્રાઉન':ડિરેક્ટર અભિનવ દેવે ક્રાઇમ-થ્રિલર વેબ સિરીઝના રાઝ ખોલ્યા; 5 જૂને રિલીઝ થશે
    Next Article
    અમરેલીના વડીયામાં શ્વાને બાળકને ફાડી ખાંધો:25 દિવસમાં 4 બાળકો પર જીવલેણ હુમલો થયો, ગામમાં ફફડાટ ફેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment