Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ:કીટ મુદ્દે કર્મચારીઓ અને વહીવટી તંત્ર સામસામે, કામચોરી કરનારાઓ સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની મોટી ચેતવણી

    2 weeks ago

    સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આજથી દેશની મહત્વકાંક્ષી વસ્તી ગણતરીની કામગીરીનો સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે. જો કે, કામગીરીના પ્રથમ દિવસે જ તંત્ર અને કર્મચારીઓ વચ્ચે કીટ મેળવવા બાબતે મોટો વિવાદ સામે આવ્યો છે. વસ્તી ગણતરીની કામગીરીમાં રોકાયેલા અનેક કર્મચારીઓએ વહીવટી તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે તેમને હજુ સુધી જરૂરી સાધન-સામગ્રી એટલે કે 'વસ્તી ગણતરી કીટ' પૂરી પાડવામાં આવી નથી. આ આક્ષેપ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ મૂળ વસ્તી ગણતરીની કામગીરીથી અળગા રહ્યા હતા. જો કે, દિવસ બગાડવાને બદલે કર્મચારીઓએ પ્રાથમિક તબક્કાની મેપિંગની કામગીરી શરૂ કરીને વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ આ આક્ષેપોને નકારી કાઢતાં કર્મચારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. કીટ ન મળતા અનેક સેન્ટરો પર કર્મચારીઓએ હોબાળો મચાવ્યો મળતી માહિતી મુજબ, સુરતના વિવિધ ઝોનમાં આજથી વસ્તી ગણતરી માટે સુપરવાઈઝર્સ અને ન્યુમરેટર્સ (ગણતરીકારો) ને ફિલ્ડમાં ઉતારવાના હતા. પરંતુ સવારથી જ અનેક સેન્ટરો પર કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો કે તંત્ર દ્વારા તેમને ફિલ્ડ વર્ક માટેની સત્તાવાર કીટ આપવામાં આવી નથી. કીટ વગર લોકોના ઘરે જઈને ગણતરી કેવી રીતે કરવી તેવા સવાલો કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. જો કે, રાષ્ટ્રીય મહત્વના આ કામમાં સમયનો સદુપયોગ થાય અને સમય ન બગડે તે હેતુથી કર્મચારીઓએ સ્વેચ્છાએ જે-તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ સમજવા માટેની 'મેપિંગની કામગીરી' ચાલુ રાખી હતી, પરંતુ વસ્તી ગણતરીના મુખ્ય ફોર્મ ભરવાનું ટાળ્યું હતું. કામગીરીમાંથી છટકવાના અને બહાના બતાવવાના નુસખા છે: મનપા આ સમગ્ર વિવાદ અંગે સુરત મહાનગરપાલિકાના જવાબદાર ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે અને આ માત્ર કામગીરીમાંથી છટકવાના અને બહાના બતાવવાના નુસખા છે. ‘કીટમાં કોઈ મોટા ટેકનિકલ સાધનો નથી’ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વખતની વસ્તી ગણતરી પરંપરાગત કાગળ-પેન આધારિત નથી, પરંતુ સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી મોબાઈલ એપ્લિકેશન કે ટેબ્લેટ દ્વારા થવાની છે. વસ્તી ગણતરીની કીટમાં કોઈ મોટા ટેકનિકલ સાધનો નથી, પરંતુ તેમાં માત્ર એક ઓળખ માટેની ટોપી, એક બેગ, એક ડાયરી, પેન્સિલ, રબર અને સંચો જેવી સામાન્ય સ્ટેશનરીની વસ્તુઓ જ સામેલ છે. ડિજિટલ ગણતરીમાં આ વસ્તુઓ ન હોવાને કારણે કામ અટકી પડે તે વાત ગળે ઉતરે તેવી નથી. પ્રથમ ત્રણ દિવસ માત્ર અને માત્ર 'મેપિંગ' ચાલશે પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, વસ્તી ગણતરીના નિયત શિડ્યુલ પ્રમાણે શરૂઆતના પ્રથમ ત્રણ દિવસ માત્ર અને માત્ર 'મેપિંગ' (નકશા તૈયાર કરવા અને વિસ્તારની સરહદો નક્કી કરવી) ની કામગીરી જ ચાલવાની છે. આ દિવસો દરમિયાન ઘરે-ઘરે જઈને ડિજિટલ ડેટા એન્ટ્રી કરવાની હોતી જ નથી. આમ, કીટ ન મળી હોવાના બહાના હેઠળ કામ અટકાવવાનો કોઈ તાર્કિક આધાર રહેતો નથી. કર્મચારીઓને પૂરતી તાલીમ આપવામાં આવી હોવા છતાં આ પ્રકારનું વલણ અયોગ્ય છે. કર્મચારીઓ હાજર નહીં રહે તો શિક્ષાત્મક કાર્યવાહી સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ આ મામલે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. સત્તાધીશોએ સાફ શબ્દોમાં ચેતવણી આપી છે કે, વસ્તી ગણતરી એ રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ અને ફરજિયાત કામગીરી છે. અમુક કર્મચારીઓ પોતાની આળસ અથવા કામ ન કરવાની દાનતને કારણે તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે સાંખી લેવાશે નહીં. કોઈ પણ કર્મચારીની આવી મનમાની કે શિસ્તહીનતા ચલાવી લેવામાં આવશે નહીં. જે પણ કર્મચારીઓ ફરજ પર હાજર નહીં રહે અથવા કામગીરીમાં અડચણ ઊભી કરશે, તેમની સામે તાત્કાલિક ધોરણે સર્વિસ રૂલ્સ એક્ટ અને વસ્તી ગણતરીના કાયદા હેઠળ શિક્ષાત્મક અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ કડક આદેશ બાદ પાલિકાના કર્મચારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હિમાંશુ ચૌધરી વહીવટી અધિકારી ઇલેક્શન એન્ડ સેન્સ વિભાગે જણાવ્યું હતું કે, આજે ડિજિટલ રીતે વસ્તી ગણતરી ચાલુ થઈ ગઈ છે અને આજથી મેપ બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે જેમાં ગણતરીદારો ઘર નંબર આપશે વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલ છે વસ્તી ગણતરી કીટમાં એક બેગ આપવાની છે પેન્સિલ રબર અને એક ડાયરી આપવાની છે એટલે આ લોકો બહાના કાઢે છે કે વસ્તી ગણતરી કીટ નહીં મળે તો અમે ગણતરી નહીં કરીએ તે ખોટી વસ્તુ છે વસ્તી ગણતરી એ રાષ્ટ્રીય કામગીરી છે અને એ કરવી જ જોઈએ જો કોઈ સહયોગ નહીં આપે તો તેમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મહેબૂબ ખાને નામ બદલ્યું અને ફાતિમા બની નરગિસ:'મધર ઇન્ડિયા'ની 97મી જન્મજયંતિએ જાણીએ તેમના જીવન સાથે જોડાયેલા રોમાંચક કિસ્સાઓ
    Next Article
    સુરત મનપાની પ્રી-મોન્સૂન બેઠકમાં શાસકો લાલઘૂમ:અધિકારીઓની આળસ પર સ્થાયી સમિતિ ચેરમેને ધૂળ કાઢી નાખી, ઝીંગા તળાવ મુદ્દે માત્ર 5% કામગીરી થતાં ભારે નારાજગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment