Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીને તેડવા ગયેલા યુવક પર સસરા અને બે સાળાનો હુમલો:ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

    2 weeks ago

    લગ્નના પાંચ મહિના બાદ પત્નીને તેડવા ગયેલા જમાઈ અને તેના પરિવાર પર સસરા પક્ષે કમનસીબ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના મહેસાણામાં સામે આવી છે. કલોલના નારાયણભાઇની ચાલી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 29 વર્ષીય રાહુલજી બાબુજી રાઠોડ પર તેમના સસરા અને બે સાળાઓએ ભેગા મળીને જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે ભોગ બનનાર યુવકે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ‘આટલા સમય પછી કેમ આવ્યા?’ કહી સસરા ઉશ્કેરાયા ફરિયાદની વિગતો મુજબ, રાહુલજી રાઠોડ ગત 31 મેના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે પોતાની પત્ની શિલ્પાબેનને તેડવા માટે પોતાના માતા-પિતા, ફોઈ અને ફુઆ સાથે મહેસાણાના રામોસણા સર્કલ પાસે આવેલા જ્યોતિ બંગ્લોઝ ખાતે સસરાના ઘરે ગયા હતા. જોકે, જમાઈ અને તેના પરિવારને જોઈને સસરા કેશાજી પથુજી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે 'આટલા સમય પછી મારી દીકરીને કેમ લેવા આવ્યા છો?' તેમ કહીને કડોક શબ્દોમાં ઝઘડો શરૂ કર્યો હતો. ત્રણેય જણાએ બેફામ માર મારી બેભાન કરી દીધા રાહુલજીના ફુઆએ વચગાળો રાખીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સસરા કેશાજી તેમજ સાળા રાજનજી અને નિખિલજી વધુ હિંસક બન્યા હતા. આ ત્રણેય જણાએ ભેગા મળીને જમાઈ રાહુલજીને પકડી લીધા હતા અને લાતો-મુક્કાઓનો બેફામ માર માર્યો હતો. હુમલા દરમિયાન શરીરે તેમજ હાથ-પગમાં ગંભીર મૂઢ ઈજાઓ થવાના કારણે રાહુલજી અસહ્ય પીડાને લીધે ઘટનાસ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘટના બાદ રાહુલજીના નાના ભાઈ કિશનજીએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, જેના દ્વારા ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આ યુવક સિવિલ હોસ્પિટલના મેલ સર્જિકલ વોર્ડમાં સારવાર હેઠળ છે. ભોગ બનનારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ તેને બેરહેમીથી માર મારવાની સાથે એવી ગંભીર ચીમકી પણ આપી હતી કે, જો તે ફરી ક્યારેય તેની પત્નીને લેવા માટે સસરાના ઘરે આવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. મહેસાણા તાલુકા પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાએ મૃતબાળકને જન્મ આપ્યો, દફનવિધિ માટે સોંપી દીધો:₹4 હજાર આપીને પ્રસુતા રવાના, સફાઈકર્મીએ પ્લાસ્ટિક થેલીમાં ભરી કચરામાં ફેંક્યો, મોઢામાં લઈ શ્વાન રખડતાં ઘટના સામે આવી
    Next Article
    હિંમતનગર પાલિકામાં 20 કમિટીઓ રચાઈ:પ્રથમ સામાન્ય સભામાં સિનિયર કોર્પોરેટરે સભ્યએ નારાજગી દર્શાવી, પોલ ખોલવા RTIની ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment