Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર પાલિકામાં 20 કમિટીઓ રચાઈ:પ્રથમ સામાન્ય સભામાં સિનિયર કોર્પોરેટરે સભ્યએ નારાજગી દર્શાવી, પોલ ખોલવા RTIની ધમકી આપી

    2 weeks ago

    હિંમતનગર નગરપાલિકાની સોમવારે ટાઉન હોલમાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં કારોબારી સહિત કુલ 20 સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સભામાં એક સિનિયર કોર્પોરેટરે સમિતિઓની રચના સામે નારાજગી વ્યક્ત કરી હતી અને 'પોલ ખોલવા'ની ધમકી આપી હતી. આ સભા પાલિકા પ્રમુખ અરૂણાબેન કડીયા અને ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની ઉપસ્થિતિમાં સાંજે ચાર વાગ્યે યોજાઈ હતી. જેમાં વિવિધ 20 સમિતિઓની જાહેરાત કરવામાં આવી હતી. સમિતિઓની રચનાની જાહેરાત બાદ સિનિયર કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે સભામાંથી ઊભા થઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે RTI હેઠળ માહિતી માંગીને પાલિકામાં ચાલતા અનેક કામોની 'પોલ ખોલવા'ની જાહેરમાં વાત કરી હતી. રાઠોડે નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ પર વિવિધ મુદ્દે આક્ષેપ કરીને વિવાદ ઊભો કર્યો હતો. રચાયેલી સમિતિઓમાં કારોબારી સમિતિ સૌથી મહત્વની ગણાય છે, જેમાં 12 સભ્યોનો સમાવેશ થાય છે. બાકીની સમિતિઓમાં ચેરમેન સહિત પાંચ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિઓમાં કારોબારી, બાંધકામ, સ્વચ્છ ભારત, નગર આયોજન, પાણીપુરવઠા, આરોગ્ય, વાહન વિભાગ, દિવાબત્તી, ગટર યોજના, બગીચા, સ્ટાફ, સીટીબસ, ગુમાસ્તાધારા, ટાઉનહોલ, લીગલ, વસુલાત, સમાજકલ્યાણ, લાયબ્રેરી, દબાણ અને ફાયર સમિતિનો સમાવેશ થાય છે. કારોબારી સમિતિમાં રાહુલ બીપીન પટેલ, ભાનુપ્રસાદ અમૃતલાલ પટેલ, ગોપાલ કેશુ પ્રજાપતિ, હિતેશ જયંતિલાલ પટેલ, નિતીન દિનેશ પરમાર, નટવર ડાહ્યા ઓઝા, પ્રિયંકાબેન છગન સડાત, વૈદેહી અંકુર સોની, નિરૂબેન જયેશ પટેલ, ભુમિકાબેન જીગ્નેશ મહેતા, અલ્કાબેન રાકેશકુમાર બારોટ અને ગાયત્રીબેન મહેશકુમાર વાળંદનો સમાવેશ થાય છે. અન્ય સમિતિઓના ચેરમેન તરીકે અમૃતલાલ બાબુલાલ પુરોહિત (બાંધકામ), વર્ષાબેન ભરતકુમાર મિસ્ત્રી (સ્વચ્છ ભારત), ગોપાલ પ્રજાપતિ (નગર આયોજન), નટવર ડાહ્યા ઓઝા (પાણીપુરવઠા), રાજુ કરશન દેસાઈ (આરોગ્ય), કલ્પિત હર્ષદરાય દવે (મિકેનિકલ), જયેશ વસંત ભાટી (દિવાબત્તી), હિતેશ જયંતિલાલ પટેલ (ગટર યોજના), નિરૂબેન જયેશ પટેલ (બગીચા), અરૂણાબેન ધર્મેન્દ્ર કડીયા (સ્ટાફ), જતીન શંકર કહાર (સીટીબસ), ભુમિકાબેન જીગ્નેશ મહેતા (ગુમાસ્તા ધારા), હંસાબેન પિત્રોડા (ટાઉન હોલ), શુચિ આર્જવકુમાર શાહ (લીગલ), નિતીન દિનેશ પરમાર (વસુલાત), કુમારભાર્ગવ મનહર રાજ (સમાજ કલ્યાણ), ગાયત્રીબેન મહેશકુમાર વાળંદ (લાયબ્રેરી), અલ્કાબેન રાકેશકુમાર બારોટ (દબાણ) અને ધર્મરાજસિંહ બળવંતસિંહ દેવડા (ફાયર)ની નિમણૂક કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પત્નીને તેડવા ગયેલા યુવક પર સસરા અને બે સાળાનો હુમલો:ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
    Next Article
    વંથલી-માણાવદર હાઈવે પર ગમખ્વાર અકસ્માત:​જુનાગઢના નરેડી નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત: ઝાપોદડના આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત, હાઇવે પર ચક્કાજામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment