Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક તરફી પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન:યુવતીનું ફેક આઇડી બનાવી ફોટો એડિટ કરીને વાઇરલ કરી બદનામ કરી

    1 week ago

    શહેરના વસ્ત્રાલમાં રહેતી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ પૂર્વ સહકર્મીએ સંબંધ રાખવા દબાણ કરીને ફેક આઇડી બનાવીને ફોટામાં એડીટીંગ કરીને અર્ધનગ્ન ફોટાની સ્ટોરી મૂકીને બદનામ કરી હતી. યુવતી તેને સંબંધ રાખવાની ના પાડતી હોવા છતાં પણ અલગ-અલગ નંબરોથી ફોન કરીને હેરાન કરતો હતો. ફેક આઇડીથી યુવતીની માતા સાથે વાત કરીને ઘરનું સરનામુ પણ લઇ લીધુ હતુ. છેવટે યુવતીએ શખ્સ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડની તજવીજ શરૂ કરી છે. યુવક અગાઉ યુવતી સાથે જ કામ કરતો હતો મળતી માહિતી મુજબ વસ્ત્રાલમાં 22 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે અને નવરંગપુરામાં આવેલ જીમમાં નોકરી કરે છે. તેની સગાઇ થઇ ગઈ છે. વર્ષ 2025માં યુવતી શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝીક્યુટીવની નોકરી કરતી હતી. ત્યાં સંજય વિશ્વકર્મા નામનો યુવક પણ નોકરી કરતો હોવાથી યુવતી તેના સંપર્કમાં આવી હતી. બાદમાં સંજયે કંપનીના ગ્રુપમાંથી યુવતીનો નંબર લઇને ફોન કર્યો હતો. અલગ-અલગ નંબરથી ફોન કરીને હેરાન કરતો હતો બંને વચ્ચે ગ્રાહકને લઇને વાતો થતી હતી. જ્યારે સંજય ગ્રાહકો યુવતીને લાવી આપતો હોવાની જાણ કંપનીને થતા તેને કાઢી મૂકી હતી. જે બાદ સંજય અવારનવાર ફોન કરીને રિલેશનશીપ રાખવાનું કહેતો હતો પરંતુ યુવતી તેને ના પાડતી હતી. જેથી કંટાળીને યુવતીને તેને બ્લોક કર્યો હતો. જ્યારે સંજયે ફેક આઇડી બનાવીને યુવતીની માતા સાથે વાત કરીને સરનામુ પણ લઇ લીધુ અને અલગ-અલગ નંબરથી ફોન કરીને હેરાન કરતો હતો. સંજયે યુવતીની ફેક આઇડી બનાવી તેમાં યુવતીના ફોટાનો ઉપયોગ કરીને એડીટ કરીને અર્ધનગ્ન ફોટા સ્ટોરીમાં મૂક્યા હતા તેમજ ફેક આઇડીથી યુવતીના મિત્રો અને સંબંધીઓને ફોલો અને ટેગ કરીને યુવતી અને તેના પરિવારને બદનામ કર્યા હતા. છેવટે યુવતીએ કંટાળીને આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણ APMC, લોકલ સેલ્ફ ગવર્નમેન્ટમાં નવા પ્રતિનિધિઓની માંગ:નગરપાલિકાના પૂર્વ સભ્યો હજુ પણ સંસ્થાઓમાં હોદ્દા પર રહેતા વિવાદ
    Next Article
    સુરેન્દ્રનગર મનપાના બે સફાઈ કર્મી નિવૃત્ત:વોર્ડ 9 માં કોર્પોરેટરોએ સન્માન સમારંભ યોજ્યો, શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment