Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઠી પોલીસે 9 મહિનાથી ગુમ મહિલાને પરિવાર સાથે મિલાવી:મહારાષ્ટ્રની માનસિક અસ્વસ્થ મહિલાનું અમરેલીમાં સુખદ મિલન

    6 दिन पहले

    અમરેલી જિલ્લાની લાઠી પોલીસે 9 મહિનાથી ગુમ થયેલી મહારાષ્ટ્રની એક માનસિક અસ્વસ્થ મહિલાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. પોલીસની સતર્કતા અને સંવેદનશીલ કામગીરીના કારણે આ શક્ય બન્યું. મોડી રાત્રે ટાઉન બીટ ઇન્ચાર્જ કે.કે. રાઠોડ, એચ.એન. ખુમાણ અને પી.એસ. ચૌહાણ નાઇટ પેટ્રોલિંગમાં હતા. લાઠી-ચાવંડ રોડ પર એક અજાણી મહિલા એકલી ચાલતી જોવા મળતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી. મહિલા પોતાનું નામ કે સરનામું સ્પષ્ટ રીતે જણાવી શકતી ન હતી અને માનસિક રીતે અસ્વસ્થ જણાતી હતી. જોકે, તે વારંવાર "તલાસરી" શબ્દનો ઉચ્ચાર કરતી હતી. પોલીસે તાત્કાલિક ગૂગલ મેપમાં "તલાસરી" સર્ચ કરી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી વિસ્તારની ઓળખ કરી. મહિલાને તે વિસ્તારના ફોટા બતાવતા તેણે ઇશારાથી પોતાનું ગામ હોવાનું જણાવ્યું. લાઠી પોલીસે પાલઘર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને તલાસરી પોલીસ સ્ટેશન સાથે વાતચીત કરી મહિલાનો ફોટો મોકલ્યો. તપાસ દરમિયાન મહિલાની ઓળખ જાગૃતિબેન શંકરભાઈ વળવી તરીકે થઈ. જાગૃતિબેનના પિતા શંકરભાઈ વળવીએ જણાવ્યું કે તેમની પુત્રી માનસિક રીતે અસ્વસ્થ છે અને લગભગ નવ મહિનાથી ઘરેથી ગુમ હતી. મહિલાની ઓળખ થયા બાદ તેને અમરેલી સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત રાખવામાં આવી. ત્યારબાદ તેના પરિવારજનો અમરેલી પહોંચતા લાઠી પોલીસે જાગૃતિબેનનું પરિવાર સાથે સુખદ મિલન કરાવી સુરક્ષિત રીતે તેમને સોંપી દીધી. અમરેલીના એસપી સંજય ખરાતે લાઠી પોલીસની આ માનવતાભરી અને સંવેદનશીલ કામગીરીને બિરદાવી છે. તેમણે જણાવ્યું કે મહિનાઓ પછી પરિવારનું મિલન થયું છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢના માંગરોળમાં જળબંબાકાર, 4 કલાકમાં 7 ઇંચ:પ્રભાસ પાટણમાં બે બાળક-પિતા ગટરમાં ખાબક્યાં, CCTV; ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ સક્રિય, રેડ એલર્ટ
    Next Article
    આંબલીયાસણના યુવકે દીગડી ગામે ફાંસો ખાઈ આત્મહત્યા કરી:ધારપુર હોસ્પિટલ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો, પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment