Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ APMC, લોકલ સેલ્ફ ગવર્નમેન્ટમાં નવા પ્રતિનિધિઓની માંગ:નગરપાલિકાના પૂર્વ સભ્યો હજુ પણ સંસ્થાઓમાં હોદ્દા પર રહેતા વિવાદ

    1 week ago

    પાટણ નગરપાલિકાની નવી બોડી અસ્તિત્વમાં આવ્યા બાદ પણ, પાટણ APMC અને ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ જેવી સંસ્થાઓમાં જૂની ટર્મના બિનચૂંટાયેલા પ્રતિનિધિઓ ચાલુ રહેતા વિવાદ સર્જાયો છે. વિપક્ષે તાત્કાલિક નવા ચૂંટાયેલા સભ્યોની નિમણૂક કરવાની લેખિત રજૂઆત કરી છે. પાટણ કોર્પોરેટર નગરસેવક ભરત ભાટીયાએ આ અંગે પાટણ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, વર્ષ 2026ની સામાન્ય ચૂંટણી બાદ નગરપાલિકાની નવી બોડીએ કાર્યભાર સંભાળી લીધો છે. તેમ છતાં, અગાઉની ટર્મ દરમિયાન APMC અને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ જેવી મહત્વની સંસ્થાઓમાં નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે નિમાયેલા સભાસદો, જેઓ 2026ની ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા નથી, તેઓ હજુ પણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ભાટીયાએ દલીલ કરી હતી કે બિનચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નગરપાલિકાનું પ્રતિનિધિત્વ ચાલુ રહે તે લોકશાહી અને પ્રજાના જનાદેશની વિરુદ્ધ છે. આવી મહત્વની સંસ્થાઓમાં હાલના ચૂંટાયેલા સભાસદો દ્વારા જ પ્રતિનિધિત્વ થવું અનિવાર્ય છે. આથી, અગાઉ નિમણૂક થયેલા પરંતુ 2026ની ચૂંટણીમાં ચૂંટાયેલા ન હોય તેવા પ્રતિનિધિઓની નિમણૂક તાત્કાલિક રદ કરી, તેમના સ્થાને હાલના ચૂંટાયેલા સભાસદોમાંથી યોગ્ય પ્રતિનિધિઓની નિમણૂક કરવા માટે જરૂરી વહીવટી ઠરાવ કરવાની કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે. આગામી નગરપાલિકાની સામાન્ય સભામાં આ બાબતે યોગ્ય નિર્ણય લેવા અને નવી નિમણૂકો માટેની યાદી સભા સમક્ષ મૂકવા માટે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ જાણ કરી જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    રણવીર સિંહની 'ડોન-3'ના વિવાદમાં નવો વળાંક:પ્રોડ્યુસર ટીપી અગ્રવાલે FWICE-IMPPA વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી, બૅન લગાવવાના અધિકારને પડકાર્યો
    Next Article
    એક તરફી પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન:યુવતીનું ફેક આઇડી બનાવી ફોટો એડિટ કરીને વાઇરલ કરી બદનામ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment