Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત પાલિકામાં આસિસ્ટન્ટ ઈજનેરની 52 જગ્યા સામે 10,000 ફોર્મ ભરાયા:22 નવેમ્બરે લેખિત પરીક્ષા, દિવ્યાંગો માટે લહિયાની સુવિધા

    6 hours ago

    સુરત મહાનગરપાલિકામાં ચાલી રહેલી ભરતી પરીક્ષાઓ અંતર્ગત આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) પદ માટેની તૈયારીઓ જોરશોરમાં શરૂ થઈ ગઈ છે. મનપા દ્વારા 11 માર્ચ 2026ના રોજ બહાર પાડવામાં આવેલી સીધી ભરતીની જાહેરાતના સંદર્ભમાં આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) સંવર્ગની કુલ 52 જગ્યાઓ સામે આશરે 10 હજાર જેટલા ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભર્યા છે. આ આંકડાને જોતાં એક જગ્યા માટે સરેરાશ 192 ઉમેદવારો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે. ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષામાં દર્શાવવામાં આવેલા ગુણ અને પ્રદર્શનના આધારે જ ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. કોલ લેટર ઉમેદવારો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે પાલિકા તંત્ર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ લેખિત પરીક્ષા આગામી 22 નવેમ્બર 2026ના રોજ સુરત શહેરના વિવિધ કેન્દ્રો પર યોજવામાં આવશે. આ પરીક્ષા માટેનો વિગતવાર અભ્યાસક્રમ તેમજ પરીક્ષાર્થીઓ માટેની જરૂરી સામાન્ય સૂચનાઓ અગાઉથી સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. જ્યારે પરીક્ષા કેન્દ્રનું ચોક્કસ સરનામું, બ્લોક અને સમય અંગેની તમામ વિગતો ઉમેદવારોના ઓનલાઇન કોલ લેટર મારફતે જણાવાશે, જે ઉમેદવારો નિયત સમયે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. દિવ્યાંગો માટે લહિયાની સુવિધા બીજી તરફ, પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જે ઉમેદવારો 40 ટકા કે તેથી વધુ કાયમી દિવ્યાંગતા ધરાવતા હોય (ખાસ કરીને અંધત્વ કે લેખનકાર્ય કરવામાં મુશ્કેલી અનુભવતા હોય) તેમજ અકસ્માત કે અન્ય કારણોસર કામચલાઉ (અસ્થાયી) દિવ્યાંગતા ભોગવતા હોય તેવા ઉમેદવારોને નિયમ અનુસાર લહિયાની મદદ મેળવવાની સુવિધા આપવામાં આવશે. આ ઉમેદવારોને પ્રતિ કલાક 20 મિનિટનો વધારાનો સમય લહિયાની સુવિધા મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ સિવિલ સર્જન અથવા સક્ષમ તબીબી અધિકારીનું પ્રમાણપત્ર કે યુ.ડી.આઈ.ડી. કાર્ડના બિડાણ સાથે આગામી 30 ઓક્ટોબર 2026 ના રોજ સાંજે 6:00 વાગ્યા સુધીમાં સુરત પાલિકાના રિક્રુટમેન્ટ વિભાગને ઈ-મેઇલ (recruitment@suratmunicipal.org) મારફતે અથવા લેખિત અરજી દ્વારા જાણ કરવાની રહેશે. નિયમાનુસાર લહિયાની સુવિધા મેળવનાર ઉમેદવારને પેપર લખવા માટે સામાન્ય ઉમેદવારોની સરખામણીએ પ્રતિ કલાક 20 મિનિટનો વધારાનો વળતર સમય પણ ફાળવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં મોડી રાત્રે APMCના ગોડાઉનમાં આગ:ફ્રૂટના ખાલી બોક્સ અને ટ્રક બળીને ખાખ, બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    બધાની આતુરતાનો અંત આવશે, વૈભવ સૂર્યવંશી રમી શકે!:આજે ન્યૂઝીલેન્ડ સામે બીજી T20 મેચ; પાકિસ્તાન પછી 300 T20 મેચ રમનારી બીજી ટીમ બનશે ઈન્ડિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment