Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાના ચીખલી ગામમાં યુવાનની હત્યા:બાઈક મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બની, યુવકને એકે પીઠ પાછળ છરી ભોંકી, મરતાં પહેલા યુવકે પ્રતિકાર કર્યો, ઢળી પડ્યો

    2 weeks ago

    ઉના તાલુકાના ચીખલી ગામે આજે બપોરના સમયે એક યુવકની હત્યા કરાઈ છે. ગામના ચોકમાં યુવાન પર પાંચથી વધુ શખસે જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી. હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. દરમિયાન ગેંગવોર જેવી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં યુવકને એક શખસ પીઠ પાછળથી છરી ભોંકી દે છે. ત્યારબાદ તેણે પ્રતિકાર કરીને હુમલાખોરો સાથે ટક્કર આપી હતી. બાદમાં તે ઢળી પડ્યો હતો. CCTVમાં શું દેખાય છે? યુવક બાઈક પાસે ઊભો હોય છે ત્યારે બે લોકો તેની નજીક જાય છે. તેમની વચ્ચે સંભવિત બોલાચાલી થાય છે. દરમિયાન પાછળ ઊભેલો એક શખસ યુવકને પાછળના ભાગે છરીનો ઘા ઝીંકી દે છે. અચાનક થયેલા હુમલા બાદ તે પલટી મારે છે. તે પણ સામે કોઈ હથિયાર લઈને પ્રતિકાર કરે છે. આ દૃશ્યો ગેંગવાર જેવા લાગે છે. સામસામે હુમલા કરતા દેખાય છે. દરમિયાન ઝઘડો થતો હોય છે ત્યાં કોઈ દોડીને જતું દેખાય છે. પાન પાર્લર પાસે ઊભેલા લોકોના ટોળા આ દૃશ્યો જોતા હોય છે. હત્યાને અંજામ આપીને હુમલાખોરો દોડતા જતાં દેખાય છે. આખો બનાવી શું છે? પ્રાપ્ત વિગત મુજબ, ચીખલી ગામના જલારામ પાન સેન્ટર પાસે અક્ષય મોહનભાઈ મકવાણા (ઉં.વ.23)નામનો યુવક બેઠા હતો. તે સમયે બાઈક પર પાંચથી વધુ શખસ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમની વચ્ચે બોલાચાલી થયા બાદ શખસે અક્ષય પર છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં અક્ષયને છાતીના ભાગે અને જમણા હાથ પર છરીના ઘા વાગ્યા હતા. લોહીલુહાણ હાલતમાં અક્ષય રોડ પર ઢળી પડ્યો હતો. રોડ પર લોહીના ખાબોચિયા ભરાયા આ ઘટનાથી લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને સ્થળ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. નાના એવા ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં નવાબંદર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતક યુવાન અક્ષય બોટમાં માછીમારી કરવા જતો હતો અને હાલ માછીમારીની સિઝન પૂરી થતા વતન પરત ફર્યો હતો. કોબ ગામની કુખ્યાત યાગી ગેંગની આશંકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ હત્યામાં ચીખલી ગામની બાજુમાં આવેલા કોબ ગામના શખસ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. કોબ ગામના એક યુવાને ચીખલી ગામમાં પોતાનું બાઈક સર્વિસમાં મૂક્યું હતું અને તે બાબતે માથાકૂટ થઈ હતી, જે હત્યા સુધી પહોંચી હોવાનું પ્રાથમિક કારણ મનાય છે. આ હત્યાના બનાવમાં કોબ ગામની કુખ્યાત યાગી ગેંગની સંડોવણી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે એકના એક દીકરાના મોતથી પરિવાર માથે આભ ફાટ્યું નવાબંદર પોલીસ દ્વારા હત્યાનું સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અક્ષય તેમના માતા-પિતાનો એકમાત્ર દીકરો હોવાથી પરિવારજનોમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. હાલ મૃતકના મૃતદેહને ઉના ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં પરિવારની નજર સામે દીપડો દીકરીને ઉઠાવી ગયો:ગીર સોમનાથના તાતીવેલામાં પિકનિક મનાવતા સમયે 50 મીટર દૂર છોડી, વનવિભાગે દીપડાને પકડવા 4 પાંજરા ગોઠવ્યા
    Next Article
    'ફ્રેશ થવા વિદ્યાર્થી વૉકિંગ કરતા':વડોદરામાં JEE એડવાન્સ પરિણામમાં સુપ્રિયા વર્મા વિદ્યાર્થીનીમાં ટોપ પર; કહ્યું સોશિયલ મીડિયાથી દૂર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment