Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    JEE મેઈન્સ ફેઝ-2નું રિઝલ્ટ જાહેર:રાજકોટનો નિમય પુરોહિત રાજ્યમાં પ્રથમ નંબરે પાસ, એન્જિનિયરિંગ પસંદ કરનારા પુત્રના માતા-પિતા તબીબ

    13 hours ago

    ધોરણ-12 સાયન્સમાં A ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE (જોઇન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન) મેઈનનું બીજા અને ફાઇનલ તબક્કાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં પ્રથમ સિઝનમાં ગુજરાતમાં મોખરે રહેલો રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત બીજી સિઝનમાં પણ સ્ટેટ ફર્સ્ટ રહ્યો છે. જેને 100 પર્સન્ટાઇલ મેળવી ઓલ ઇન્ડિયામાં 16 મો રેન્ક મેળવ્યો છે. જેમના માતા -પિતા તબીબ છે પરંતુ, તેને છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હોવાથી તેને એન્જિનિયરિંગ ક્ષેત્ર પસંદ કર્યું છે. હાલ તે JEE એડવાન્સની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છે અને ત્યારબાદ મુંબઈ IITમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું સ્વપ્ન છે. વિદ્યાર્થી નિમય પુરોહિતના પિતાનું નામ હર્ષલભાઈ છે અને માતાનું નામ દર્શનાબેન છે. જેઓ બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. માતા-પિતા ડૉક્ટર હોવા છતાં પોતે એન્જિનિયરિંગનુ ક્ષેત્ર પસંદ કરવા અંગે જણાવ્યું હતું કે, છઠ્ઠા ધોરણથી મેથ્સ પસંદ હતુ અને તેથી એન્જિનિયરિંગ ક્ષેત્ર પર પસંદગી ઉતારી અને ત્યારબાદ અહીં પહોંચ્યો. હવે JEE એડવાન્સમાં સારા માર્ક્સ લાવી આઈઆઈટી મુંબઈમાં એન્જિનિયરિંગ કરવાનું સ્વપ્ન છે. સંપૂર્ણ રિઝલ્ટ જોવા આ લિંક પર ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાન સાથેનું યુદ્ધ મારો નિર્ણય, ઇઝરાયલે ઉશ્કેર્યા નથી:પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ, મીડિયા ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે
    Next Article
    વડોદરાના વકીલનો CMને પત્ર:ચૂંટણીને પગલે વડોદરાના અનેક સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ નહીં થતા કરોડો રૂપિયાના દસ્તાવેજો અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment