Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં પરિવારની નજર સામે દીપડો દીકરીને ઉઠાવી ગયો:ગીર સોમનાથના તાતીવેલામાં પિકનિક મનાવતા સમયે 50 મીટર દૂર છોડી, વનવિભાગે દીપડાને પકડવા 4 પાંજરા ગોઠવ્યા

    2 weeks ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા તાતીવેલા ગામની સીમમાં શનિવારે મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો પરિવારની નજર સામે જ ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો. જોકે, પરિવારજનોએ બૂમરાણ મચાવતાં દીપડો બાળકીને આશરે 50 મીટર દૂર છોડીને નાસી છૂટ્યો હતો. આ ઘટના રાત્રે લગભગ 1 વાગ્યાના અરસામાં બની હતી. ગરીબ નવાઝ કોલોનીમાં રહેતા શેબાઝ ખોખર તેમના પરિવારના આશરે 10 સભ્યો સાથે તાતીવેલા ગામ નજીક સંબંધી સતાર ઇબ્રાહીમ સયાજીની વાડીએ રોકાયા હતા. ઝાડીમાંથી દીપડો ત્રાટક્યો બાળકી અરફા શેબાઝ ખોખર (ઉંમર 3 વર્ષ) તેની માતા સાથે બહાર હતી. માતા લઘુશંકા માટે ગઈ હતી ત્યારે બાળકી નજીકમાં જ હતી. અચાનક ઝાડીમાંથી દીપડો બહાર આવ્યો અને બાળકીને મોઢામાં પકડીને દોડી ગયો. પરિવારજનોએ બૂમરાણ મચાવતા દીપડો બાળકીને છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો. બાળકી ગંભીર હાલતમાં સારવાર હેઠળ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે અને બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. દીપડો ફરીથી કોઈને ઇજા ન પહોંચાડે તે માટે વન વિભાગે વિશેષ સતર્કતા દાખવી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં ચાર પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ફોરેસ્ટર, વન રક્ષકો, ટ્રેકરો અને અન્ય સ્ટાફ દ્વારા દીપડાના પગેરા શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દીપડાને ઝડપી પાડવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે તાતીવેલા સહિત આસપાસના ગામોમાં ભયનો માહોલ છે.
    Click here to Read More
    Previous Article
    મેડિકલ સ્ટોર સંચાલકના એકાઉન્ટમાંથી શખસે ઓનલાઈન નાણા ઉપાડી લીધા:એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કરતા બે બેંક એકાઉન્ટમાંથી રૂ.1.98 લાખ ઉપડી જતા વેપારીની સાયબર ક્રાઇમમાં ફરીયાદ
    Next Article
    ઉનાના ચીખલી ગામમાં યુવાનની હત્યા:બાઈક મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બની, યુવકને એકે પીઠ પાછળ છરી ભોંકી, મરતાં પહેલા યુવકે પ્રતિકાર કર્યો, ઢળી પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment