Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાગબારા યુવતીએ પતિની હત્યાનો આક્ષેપ કર્યો:ગૃહમંત્રીને પત્ર લખી ન્યાયની માગ કરી, વર્ષની શરૂઆતમાં ડીકમ્પોઝ બોડી મળી હતી

    2 weeks ago

    નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સોરાપાડા ગામની એક યુવતીએ તેના પતિની હત્યાના આક્ષેપ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ન્યાય માટે ગુહાર લગાવી છે. યુવતી રાધિકા વસાવાએ પોતાના પતિના કથિત હત્યારાઓને સજા અપાવવા માટે લેખિત રજૂઆત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 6 જાન્યુઆરી 2026ના રોજ સાગબારા તાલુકાના સોરાપાડા ગામનો 22 વર્ષીય યુવાન વિકી વસાવા સાંજે 7 વાગ્યે મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે 24 દિવસ સુધી લાપતા રહ્યો હતો. તેની પત્ની રાધિકાએ પોતાના બે વર્ષના બાળક સાથે પતિને શોધવા માટે આસપાસના જંગલો અને ડુંગરાળ વિસ્તારોમાં ભટક્યા હતા અને સાગબારા પોલીસને પણ જાણ કરી હતી. આખરે, નજીકના એક કૂવામાંથી વિકીનો ડી-કમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો ત્યારે યુવાનના મોઢા, ગળા અને ગરદનના ભાગે ગંભીર ઇજાઓ જોવા મળી હતી. રાધિકાના જણાવ્યા મુજબ, પોલીસની હાજરીમાં કથિત રીતે ડોક્ટરને બદલે એક કમ્પાઉન્ડરે મૃતદેહમાંથી નમૂના એકત્રિત કર્યા હતા. ત્યારબાદ તે જ રાત્રે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો, જે અંગે રાધિકાએ સવાલો ઉઠાવ્યા છે. રાધિકાએ પોતાના 2 વર્ષના બાળક સાથે સાગબારા પોલીસ સમક્ષ ગામના જ કેટલાક લોકોએ તેના પતિની હત્યા કરી હોવાનું જણાવી હત્યાનો ગુનો નોંધવા અરજી કરી હતી. જોકે, પોલીસે તેમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન કરવાની વાત કહી હતી. આ મામલે રાધિકાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પોલીસ મહાનિર્દેશક અને CID ક્રાઈમને 5 જેટલા ઈસમો સામે હત્યાની ફરિયાદ નોંધવા માટે લેખિત રજૂઆત પણ કરી છે. પત્ની રાધિકાએ કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેણે પૂછ્યું છે કે તેનો પતિ આટલા દિવસ ક્યાં હતો અને તેની બાઈક તથા મોબાઈલ ક્યાં હતા. તેણે એ પણ જણાવ્યું કે જે કૂવામાંથી પતિનો મૃતદેહ મળ્યો, ત્યાં તે અગાઉ 2-3 વખત જઈ આવી હતી અને ત્યારે કશું નહોતું, તો અચાનક મૃતદેહ કેવી રીતે આવ્યો? રાધિકાએ દાવો કર્યો છે કે તેના પતિની આંખો અને મોઢું પણ છૂંદી નાખવામાં આવ્યું હતું, જે સ્પષ્ટપણે હત્યા સૂચવે છે. તેણે વધુમાં માંગ કરી છે કે તેના પતિનું બાઈક જે વ્યક્તિ ઘરે મૂકી ગયો હતો, તેની પૂછપરછ થવી જોઈએ. તેમજ તેના પતિએ છેલ્લે મોબાઈલ પર ક્યારે વાત કરી હતી અને મોબાઈલ બંધ થયો ત્યારે તેનું છેલ્લું લોકેશન ક્યાંનું હતું, તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    દાવો- ઈરાને અમેરિકા સાથે યુદ્ધવિરામની વાતચીત અટકાવી:હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરવાની તૈયારી, લેબનોન પર હુમલાના વિરોધમાં નિર્ણય
    Next Article
    રાજકોટમાં ચોમાસાને લઇને ફ્લડ કંટ્રોલરૂમ શરૂ:શહેર - તાલુકાઓમાં પડતા વરસાદની માહિતીના આધારે NDRF રાહત બચાવ કાર્ય કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment