Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાવો- ઈરાને અમેરિકા સાથે યુદ્ધવિરામની વાતચીત અટકાવી:હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કરવાની તૈયારી, લેબનોન પર હુમલાના વિરોધમાં નિર્ણય

    1 week ago

    ઈરાને અમેરિકા સાથેની યુદ્ધવિરામ વાટાઘાટો હાલ પૂરતી રોકી દીધી છે. ઈરાની ન્યૂઝ એજન્સી તસ્નીમ અનુસાર, તેહરાને કહ્યું છે કે જ્યાં સુધી લેબનોનમાં ઈઝરાયલી હુમલાઓ અટકતા નથી, ત્યાં સુધી મધ્યસ્થીઓ દ્વારા અમેરિકા સાથે કોઈ વાતચીત થશે નહીં. રિપોર્ટ અનુસાર, ઈરાનનું કહેવું છે કે લેબનોનમાં શાંતિ જાળવી રાખવી યુદ્ધવિરામની મહત્વપૂર્ણ શરતોમાં સામેલ હતું. પરંતુ હવે લેબનોન સહિત અનેક મોરચે આ કરારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ઈરાને ગાઝા અને લેબનોનમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી તાત્કાલિક રોકવા અને લેબનોની ક્ષેત્રમાંથી ઈઝરાયલી સેનાની સંપૂર્ણ વાપસીની માગ કરી છે. તેહરાનનું કહેવું છે કે જ્યાં સુધી આ મુદ્દાઓ પર તેની અને તેના સહયોગીઓની માંગણીઓ પૂરી થતી નથી, ત્યાં સુધી વાતચીત ફરી શરૂ થશે નહીં. તસ્નીમના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઈરાન અને તેના સહયોગીઓ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ કરવા અને અન્ય મોરચાઓને સક્રિય કરવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યા છે. જેમાં બાબ અલ-મંદેબ સ્ટ્રેટ પણ સામેલ છે. અમેરિકાએ કહ્યું કે અમે ઈરાનના ગોરુક અને કેશ્મ દ્વીપ પર રડાર અને ડ્રોન કંટ્રોલ સાઇટ્સને નિશાન બનાવ્યા. આ હુમલો આત્મરક્ષામાં કરવામાં આવ્યો હતો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું છે કે આ કાર્યવાહી ઈરાનની આક્રમક ગતિવિધિઓના જવાબમાં કરવામાં આવી હતી. અમેરિકાએ આરોપ લગાવ્યો કે ઈરાને રવિવારે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં એક અમેરિકી MQ1 ડ્રોનને તોડી પાડ્યું હતું. CENTCOM અનુસાર અમેરિકી સેનાએ ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે ડ્રોનને નષ્ટ કર્યા. અમેરિકાનો દાવો છે કે આ ડ્રોન પ્રાદેશિક દરિયાઈ માર્ગો પરથી પસાર થઈ રહેલા જહાજો માટે સીધો ખતરો બની રહ્યા હતા. બીજી તરફ, ઈરાનની ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો કે અમે તે એરબેઝને નિશાન બનાવ્યું, જેનો ઉપયોગ સીરિક દ્વીપ નજીક અમેરિકી ઓપરેશનમાં થયો હતો. IRGC નું કહેવું છે કે આ હુમલો સીરિક દ્વીપ પર ટેલિકોમ ટાવર પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો. જોકે, ઈરાને તે એરબેઝનું સ્થાન જણાવ્યું નથી. તે જ સમયે, 'ઈરાન ઇન્ટરનેશનલ'ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાનએ રાજીનામું આપી દીધું છે. રિપોર્ટ અનુસાર, પજશકિયાનએ આરોપ લગાવ્યો હતો કે દેશની સત્તા પર હવે સંપૂર્ણપણે IRGCના કમાન્ડરોનું નિયંત્રણ છે. જોકે, પ્રેસિડેન્ટ કાર્યાલયના સંચાર અને માહિતી પ્રસાર વિભાગના ડેપ્યુટી ચીફ સૈયદ મેહદી તબાતબાઈએ આ દાવાને અફવા ગણાવીને ફગાવી દીધો હતો. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    5 કલાક વીજળી ગુલ થતાં 'અનુપમા' ધૂઆંપૂઆં:અદાણી ગ્રુપ સામે પ્રશ્નો ઉઠાવતા રૂપાલી ગાંગુલી ટ્રોલ થઈ, યુઝર્સે કહ્યું- 'હજુ મોદીજીના ગુણ ગાઓ'
    Next Article
    સાગબારા યુવતીએ પતિની હત્યાનો આક્ષેપ કર્યો:ગૃહમંત્રીને પત્ર લખી ન્યાયની માગ કરી, વર્ષની શરૂઆતમાં ડીકમ્પોઝ બોડી મળી હતી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment