Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પા-મસાજ પાર્લર માટે જિલ્લા વહીવટીતંત્રનો કડક નિર્ણય:ગેરકાયદે દેહવ્યાપાર અને કેફી દ્રવ્યોના સેવનને રોકવા ભાવનગરમાં સ્પા સેન્ટરો પર પોલીસની બાજ નજર

    1 week ago

    સ્પા અને મસાજ પાર્લરના નામે શહેર-જિલ્લામાં ફેલાયેલા ગુનાહિત નેટવર્કને તોડી પાડવા માટે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણીએ જાહેરનામું બહાર પાડી આગામી 60 દિવસ માટે કડક નિયમો લાગુ કર્યા છે, તેમજ ભુતકાળમાં બનેલ કેટલાક બનાવો, ઘટનાઓથી જણાઈ આવેલ છે કે અસામાજિક તત્વો આવી પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ સ્થિતિને નિવારી શકાય અથવા તો અંકુશ મુકી શકાય તે સારૂ જિલ્લા વિસ્તારમાં ચાલતા સ્પા, મસાજ સેન્ટરોમાં ભારતીય, વિદેશી મહિલાઓ મસાજની આડમાં કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવ્યાપાર તથા અન્ય બિનકાયદેસર કૃત્યો ચલાવતા હોવાનું જણાઈ આવેલ છે. વર્તમાન સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ આવા બનાવો,ઘટનાઓની સમાજમાં વિપરિત અસર ન થાય તે હેતુથી સ્પા,મસાજ પાર્લરોની આડમાં ગુનાહીત કૃત્યો અટકાવવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગરની દરખાસ્ત રજુ થયેલ છે જે દરખાસ્ત મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવુ જરૂરી જણાય છે. સબબ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ-163ની પેટા કલમ-(1) હેઠળ મને મળેલ સત્તાની રૂઈએ હું એન.ડી. ગોવાણી જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર જિલ્લાના વિવિધ રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં ચાલતા કેટલાક સ્પા, મસાજ પાર્લરોની આડમાં કેફી દ્રવ્યોનું સેવન, દેહવ્યાપાર તથા અન્ય બિનકાયદેસર અને ગુનાહિત પ્રવૃતિઓ ચલાવવા પર પ્રતિબંધ જાહેર કરું છું. તેમજ સ્પા, મસાજ સેન્ટરોના માલિકો/સંચાલકોએ જરૂરી ફોરમ સાથેની વિગતો ફરજિયાત સંબધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. આ જાહેરનામું તા.25/5 થી દિન-60 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે, જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.
    Click here to Read More
    Previous Article
    નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી:બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ગઈ, તપાસ શરૂ કરી
    Next Article
    ડાંગમાં જળસંગ્રહ વધ્યો, 134 ચેકડેમનું નિર્માણ પૂર્ણ:2,840 હેક્ટર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment