Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી:બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ગઈ, તપાસ શરૂ કરી

    1 week ago

    અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. પોલીસ અને ફાયર ની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે. નવરંગપુરા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ ઉપર પહોંચી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ પાસે ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ આવેલું છે. સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવા અંગેની જાણ થઈ હતી. એક રૂમમાં ચિઠ્ઠી મળી આવી હતી જેમાં બોમ્બ હોવા અંગેનું લખ્યું હતું. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. નવરંગપુરા પોલીસ બી ડિવિઝન એસીપી અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જોકે અત્યાર સુધીમાં કશું શંકાસ્પદ મળી આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત સ્પોર્ટ્સ ક્લબના એક રૂમમાં ગેસ્ટ માટે રૂમ બુક કરાવવામાં આવ્યો હતો. વિદેશથી આવેલા કેટલાક નાગરિકો માટે આ રૂમ બુક કરાવેલ હતો અને જેમાંથી આ ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠીમાં બોમ્બ હોવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અન્નામલાઈ BJP નેતાઓને મળવા દિલ્હી રવાના:નવી પાર્ટીની ચર્ચાઓ પર બોલ્યા- બે દિવસ પછી વાત કરીશું; BJPના ઝંડા વગરની કારમાં દેખાયા
    Next Article
    સ્પા-મસાજ પાર્લર માટે જિલ્લા વહીવટીતંત્રનો કડક નિર્ણય:ગેરકાયદે દેહવ્યાપાર અને કેફી દ્રવ્યોના સેવનને રોકવા ભાવનગરમાં સ્પા સેન્ટરો પર પોલીસની બાજ નજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment