Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં જળસંગ્રહ વધ્યો, 134 ચેકડેમનું નિર્માણ પૂર્ણ:2,840 હેક્ટર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળ્યો

    1 week ago

    ડાંગ જિલ્લામાં સિંચાઈ સુવિધાઓના વ્યાપક અમલીકરણથી કૃષિ વિકાસની નવી આશાઓ જન્મી છે. રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ, વિયર, સંગ્રહ તળાવો અને ઉદવહન સિંચાઈ યોજનાઓ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ વધારવામાં આવી રહ્યો છે. અગાઉ, વધુ વરસાદ છતાં પાણીના અપૂરતા સંગ્રહને કારણે ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલી પડતી હતી. હાલમાં, જિલ્લામાં કુલ 10,739 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ છે. જેમાં સંગ્રહ તળાવો દ્વારા આશરે 4,383 હેક્ટર, ચેકડેમ દ્વારા 3,967 હેક્ટર અને ટપક સિંચાઈ દ્વારા 2,386 હેક્ટરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જળ સંરક્ષણ અને ભૂગર્ભજળ રિચાર્જ માટે અનેક ચેકડેમોનું નિર્માણ અને તળાવો ઊંડા કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ડાંગની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે, પરંપરાગત નાના ચેકડેમો ભારે વરસાદ અને પાણીના ધસમસતા પ્રવાહથી નુકસાન પામતા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે, રાજ્ય સરકાર હવે મોટા અને મજબૂત ચેકડેમો તેમજ વિયરોના નિર્માણ પર ભાર મૂકી રહી છે. વેર-2 યોજના વિભાગ, વ્યારા હેઠળની આહવાની કચેરીઓ દ્વારા વિવિધ નદીઓ અને તેમની પ્રશાખાઓ પર પાણી સંગ્રહના માળખાકીય વિકાસના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 134 ચેકડેમોનું નિર્માણ પૂર્ણ થયું છે. દમણગંગા યોજના વર્તુળ-વલસાડ દ્વારા રૂ. 2,015.23 લાખના ખર્ચે 24 ચેકડેમો અને ઉકાઈ વર્તુળ દ્વારા રૂ. 6,207.24 લાખના ખર્ચે 110 ચેકડેમો બનાવવામાં આવ્યા છે. આ 134 ચેકડેમો પાછળ કુલ રૂ. 8,222.47 લાખનો ખર્ચ થયો છે, જેનાથી 2,840 હેક્ટર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળ્યો છે. વધુમાં, રૂ. 4,711 લાખના ખર્ચે 8 નવા ચેકડેમોના કામો પ્રગતિ હેઠળ છે. આગામી વર્ષોમાં વધુ 34 ચેકડેમ અને વિયર બનાવવાની યોજનાઓને પણ મંજૂરી મળી ગઈ છે. રાજ્ય સરકારનો આ પ્રયાસ ડાંગના વહી જતા પાણીને જિલ્લામાં જ રોકીને ખેડૂતોને વર્ષભર પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. આનાથી કૃષિ, પશુપાલન અને ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    સ્પા-મસાજ પાર્લર માટે જિલ્લા વહીવટીતંત્રનો કડક નિર્ણય:ગેરકાયદે દેહવ્યાપાર અને કેફી દ્રવ્યોના સેવનને રોકવા ભાવનગરમાં સ્પા સેન્ટરો પર પોલીસની બાજ નજર
    Next Article
    દેશવ્યાપી એલપીજી કટોકટી વચ્ચે ઇતિહાસ રચ્યો:રાજકોટ રેલવે ડિવિઝને મે 2026માં સૌથી વધુ 2,081 એલપીજી વેગનનું રેકોર્ડબ્રેક લોડિંગ કર્યું, ઉર્જા સપ્લાય ચેઇનને ટેકો પૂરો પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment