Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશવ્યાપી એલપીજી કટોકટી વચ્ચે ઇતિહાસ રચ્યો:રાજકોટ રેલવે ડિવિઝને મે 2026માં સૌથી વધુ 2,081 એલપીજી વેગનનું રેકોર્ડબ્રેક લોડિંગ કર્યું, ઉર્જા સપ્લાય ચેઇનને ટેકો પૂરો પાડ્યો

    1 week ago

    ​દેશમાં એલપીજીની વધતી માંગ વચ્ચે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને મે 2026માં અત્યાર સુધીનું સૌથી વધુ 2,081 એલપીજી વેગનનું રેકોર્ડ બ્રેક લોડિંગ કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ અગાઉ એપ્રિલ 2026માં 1,527 એલપીજી વેગનના લોડિંગનો રેકોર્ડ હતો, જેમાં મે મહિનામાં 36.28 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ રેલવેની ક્ષમતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ રેકોર્ડ લોડિંગ રાજકોટ ડિવિઝનના કાનાલુસ સ્થિત રિલાયન્સ રેલવે ટર્મિનલ પરથી કરવામાં આવ્યું હતું. અહીંથી એલપીજી રેકને હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા સહિત દેશના વિવિધ રાજ્યોમાં રવાના કરાયા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સફળતાને ટીમ વર્ક અને શ્રેષ્ઠ સંકલનનું પરિણામ ગણાવ્યું હતું. રાજકોટ ડિવિઝન આવશ્યક ચીજવસ્તુઓનો સુરક્ષિત પુરવઠો સુનિશ્ચિત કરીને રાષ્ટ્રીય ઉર્જા સપ્લાય ચેઇન અને દેશની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ચોમાસાને લઈ રાજકોટ મહાપાલિકા દ્વારા ઇમરજન્સી નંબર જાહેર કરાયા રાજકોટ મહાનગરપાલિકાનાં વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો આવતી હોય છે. ત્યારે આગામી ચોમાસા દરમિયાન વરસાદનાં પાણી ભરાવાની, રસ્તા પર ખાડાઓ પડવાની, રસ્તા પર ઝાડ પડવાની, હોર્ડિંગ બોર્ડ પડવાની, ભયગ્રસ્ત મકાનો અંગે, વરસાદી પાણી તેમજ ડ્રેનેજના મેનહોલ ભરાવા કે અન્ય કુદરતી આપત્તિ અંગેની ગંભીર ફરિયાદો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી ઇમરજન્સી ફોન નંબર 0281-2228741 તેમજ 0281-2225707 જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેર કરાયેલા નંબરો પર રાજકોટ શહેરના શહેરીજનો પોતાની ફરિયાદો નોંધાવી શકશે, જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. ચૂક કરશો તો પેન્શન બંધ થશે, મહાનગરપાલિકા દ્વારા હયાતીની ખરાઈ કરવા આદેશ રાજકોટ મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટની એક યાદી જણાવે છે કે કોર્પોરેશનના પેન્શનરોએ તા. 05/06/2026 થી તા. 31/08/2026 દરમ્યાન હૈયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. આ માટે પેન્શનરોએ તેઓ જે બેંકમાં પેન્શન મેળવતા હોય તે સંબંધિત બેંકમાં પી.પી.ઓ. બુક, આઈ.ડી. પ્રૂફ તેમજ બેંક પાસબુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. પેન્શનરોએ જે તે બેંકના ઓફીસર પાસે રૂબરૂ જઈને હૈયાતીનું ફોર્મ ભરીને હૈયાતીની ખાત્રી કરાવવી પડશે. જો કોઈ પેન્શનર નિયત સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો સપ્ટેમ્બર – 2026 થી તેમનું પેન્શન બંધ કરવામાં આવશે. જેથી તમામ પેન્શનરોએ સમયસર બેંકનો સંપર્ક કરી પોતાની હૈયાતીની ખરાઈ કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે. રાજકોટના નવા પદાધિકારીઓ કાલે ગાંધીનગરમાં: CM ને રૂ. 74 કરોડના બ્રીજના ઉદ્ઘાટનનું આમંત્રણ આપશે રાજકોટના નવનિયુક્ત પદાધિકારીઓ આવતીકાલે ગાંધીનગરની મુલાકાતે જશે. મેયર નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણા સહિતની ટીમ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન રાજકોટના વિકાસ કામો, ગ્રાન્ટ અને ભંડોળ સહિત વહીવટી કરકસરના પગલાં અંગે ચર્ચા થવાની શક્યતા છે. મુલાકાત દરમિયાન પદાધિકારીઓ મુખ્યમંત્રીને રાજકોટના અતિ મહત્વના પ્રોજેક્ટ એવા સાંઢિયા પુલની જગ્યાએ તૈયાર થયેલા નવા ફોરલેન બ્રીજના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપશે. આ નવો બ્રીજ રૂ. 74 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે, જે રાજકોટની જનતા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સરકાર મોટા સમારોહ અને બિનજરૂરી ખર્ચ ટાળવા માટે આ બ્રીજનું ઈ-લોકાર્પણ કરીને સાદો કાર્યક્રમ યોજે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. ભરઉનાળે પણ મચ્છરજન્ય મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ નોંધાયા રાજકોટમાં ભરઉનાળે પણ મચ્છરજન્ય રોગચાળો જોવા મળી રહ્યો છે, જેમાં ગત સપ્તાહમાં મેલેરિયાના 1 અને ડેન્ગ્યુના 1 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ચિકુનગુનિયાનો કોઈ નવો કેસ નોંધાયો નથી. આ સાથે ચાલુ વર્ષમાં મચ્છરજન્ય રોગોના કુલ 21 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં ડેન્ગ્યુના 16, મેલેરિયાના 4 અને ચિકુન ગુનિયાના 1 કેસનો સમાવેશ થાય છે. અન્ય રોગોની વાત કરીએ તો સપ્તાહમાં શરદી-ઉધરસના 635, સામાન્ય તાવના 711, ઝાડા-ઉલ્ટીના 305 તેમજ ટાઈફોઈડ અને કમળાના 3-3 કેસ સામે આવ્યા છે. ઉનાળાની ઋતુમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા 18441 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 196 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ હાથ ધરીને રહેણાંક વિસ્તારમાં 161 અને કોમર્શિયલ એકમોમાં પણ કુલ 36 આસામીઓને નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે શહેરમાં કુલ 1917 કલોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. રાજકોટ મનપાની વેરા વળતર યોજના હેઠળ રૂ. 225 કરોડથી વધુની ટેક્સ વસુલાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27ના મિલકતવેરા અને પાણી વેરો ભરપાઇ કરવા માટે શરૂ કરવામાં આવેલી મિલકતવેરા વળતર યોજનાને ભારે પ્રતિસાદ મળ્યો છે. તા.7 એપ્રિલથી તા. 31મેં સુધી અમલમાં રહેલી 10% વળતર યોજના દરમિયાન મનપાની તિજોરીમાં કુલ રૂ.225.71 કરોડ જેટલી માતબર રકમની વસુલાત થઈ છે. આ યોજનાનો લાભ લઈને અત્યાર સુધીમાં કુલ 3,21,048 જેટલા મિલકત ધારકોએ પોતાના વેરાની ભરપાઈ કરી દીધી છે. ઝોન વાઇઝ વસુલાતની વિગત જોઈએ તો સેન્ટ્રલ ઝોન દ્વારા રૂ.74.40 કરોડ, વેસ્ટ ઝોન દ્વારા રૂ.106.72 કરોડ અને ઈસ્ટ ઝોન દ્વારા રૂ.44.59 કરોડ રિકવર કરવામાં આવ્યા છે. હવે તા.1 જૂન 2026 થી તા.30 જૂન 2026 સુધીના બીજા તબક્કામાં પણ રાહત અપાશે, જેમાં મહિલા મિલકતધારકો માટે 10% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતાઓ માટે 5% ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. શ્રદ્ધાનંદ વાલ્મિકી વિસ્તારમાંથી 'હરિજન' શબ્દ વાળું બોર્ડ દૂર કરી નવું બોર્ડ લગાવવા માંગ રાજકોટના મોચી બજાર સ્થિત શ્રદ્ધાનંદ વાલ્મિકી વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2015-16ની ગ્રાન્ટ અંતર્ગત લગાવવામાં આવેલા એક બોર્ડ ઉપર "હરિજન" શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ બાબતે સ્થાનિક રહેવાસીઓ અને સમાજના આગેવાનો દ્વારા ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિના નાગરિકો માટે આ શબ્દને કોઈ સંવૈધાનિક કે કાનૂની માન્યતા આપવામાં આવી નથી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા પણ આવા શબ્દોનો પ્રયોગ ટાળવા માટે અવારનવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જાહેર સ્થળે આવા શબ્દનો ઉપયોગ થવો દુર્ભાગ્યપૂર્ણ છે અને તેનાથી સમાજના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તાર વર્ષોથી "શ્રદ્ધાનંદ વાલ્મિકી વિસ્તાર" તરીકે જ ઓળખાય છે, તેથી જાહેર બોર્ડ પર પણ આ જ નામ દર્શાવવું જોઈએ. સમાજના લોકોની લાગણી અને ગૌરવને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ બોર્ડ તાત્કાલિક બદલીને નવું બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગમાં જળસંગ્રહ વધ્યો, 134 ચેકડેમનું નિર્માણ પૂર્ણ:2,840 હેક્ટર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળ્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં 5 બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો:સિટી એ ડીવીઝન અને નેત્રમ કમાન્ડે જિલ્લા પંચાયત પાસેથી 2 આરોપીને ઝડપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment